×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગ લાગશે, એક જ ઝાટકે 83%નો વધારો

 

તા.15 એપ્રિલ 2022,શુક્રવાર

પાકિસ્તાનમાં સરકારની ઉથલપાથલ વચ્ચે હવે દેશમાં મોંઘવારી પણ આસમાને પહોંચી રહી છે. પાકિસ્તાનમાં પીટીઆઈની સરકારની વિદાયની સાથે હવે નવી સરકાર દ્વારા પ્રજાને મોંઘવારીનો એક મોટો ડામ આપવાની તૈયારી થઈ શકે છે. પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઈતિહાસનો સૌથી મોટો ભાવવધારો થવા જઈ રહ્યો છે અને આંકડો જાણીને આપ પણ ચોંકી જશો-પેટ્રોલ પ્રતિ  લિટર 83.5 રૂપિયા અને ડીઝલ 119 રૂપિયા.

જી, હાં. આ સાચું છે. આવતીકાલ 16મી એપ્રિલ 2022થી ભારતના પાડોશી દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળવા જઈ રહ્યાં છે. પાકિસ્તાની ઓઈલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીએ પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં 120 રૂપિયા પ્રતિ લિટર એટલેકે 83%નો ભાવવધારો કરવાની ભલામણ કરવામાં આવી છે. પાકિસ્તાની રૂપિયામાં પેટ્રોલની કિંમતમાં 83.5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં અનુક્રમે 119 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.

પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ ખાનના આગમન સાથે દેશની આર્થિક સ્થિતિને વધુ એક મોટો આંચકો આપ્યો છે. પાકિસ્તાનમાં નવી કિંમતો 16 એપ્રિલથી અમલમાં આવશે. આ સાથે જ પાકિસ્તાની લોકો સમજવા લાગ્યા છે કે તેમનો નેતા કોઈ પણ હોય, તેમની સ્થિતિ સુધરવાની નથી.

ડોનના અહેવાલ મુજબ પાકિસ્તાનની ઓઇલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીએ હાઇ સ્પીડ ડીઝલ (એચએસડી)ની એક્સ ડીપો કિંમત 264.03 રૂપિયા પ્રતિ લીટર નક્કી કરી છે જે હાલમાં 144.15 છે. ઓથોરિટીના પ્રયાસો છતાં તેની કિંમત 119.88 રૂપિયા અથવા 83.2 ટકા વધી છે. એ જ રીતે પેટ્રોલના ભાવ પણ આગામી પખવાડિયા માટે 235.16 રૂપિયા પ્રતિ લિટર નક્કી કરવામાં આવ્યા છે, જે હાલ 144.15 રૂપિયા પ્રતિ લિટર છે એટલેકે 85.30 રૂપિયા અથવા 57.4 ટકાનો સીધો વધારો છે.

સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે ઓથોરિટીએ કેન્દ્ર સરકારને એક પ્રસ્તાવ મોકલ્યો છે કે પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં ભારે વધારો થઈ રહ્યો છે. અગાઉની પીટીઆઈ સરકારે પણ સેલ્સ ટેક્સ અને પેટ્રોલિયમ લેવી ડ્યુટી પર નવા દરો લાદ્યા હતા.