×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાનની ભારતને ઑફર, વડાપ્રધાન શાહબાઝે કહ્યું- અમે વાતચીત માટે તૈયાર, યુદ્ધ વિકલ્પ નથી

(Photo Source: @PakPMO/Twitter)

PakPMO
PakPMO

આર્થિક તંગીથી જજૂમી રહેલા પાડોશી દેશ પાકિસ્તાન તરફથી ભારતને વાતચીતની ઓફર આવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ નરમ પડતા નજરે પડ્યા છે. શાહબાઝે કહ્યું કે, અમે ભારત સાથે વાતચીત માટે તૈયાર છીએ. ત્રણ યુદ્ધથી માત્ર તબાહી અને ગરીબી જ મળી છે. યુદ્ધ વિકલ્પ નથી.

વડાપ્રધાન શાહબાઝે કહ્યું કે, જો પાડોશી (ભારત) ગંભીર છે, તો તેઓ (પાકિસ્તાન) વાતચીત માટે તૈયાર છે. શરીફે કહ્યું કે, ગત 75 વર્ષમાં આપણે ત્રણ યુદ્ધ લડ્યા છે. તેમાં માત્ર ગરીબી, બેરોજગારી અને સંસાધનોની અછતને જન્મ આપ્યો છે. યુદ્ધ હવે વિકલ્પ નથી.

શાહબાઝ શરીફ અહીં 1965 (કાશ્મીર યુદ્ધ), 1971 યુદ્ધ (બાંગ્લાદેશ ભાગલા), 1999 (કારગિલ યુદ્ધ)નો ઉલ્લેખ કરી રહ્યાહ તા, ત્રણેયમાં પાકિસ્તાને હારનો સામનો કરવો પડ્યો હતો.

પરમાણુ હથિયારોનો પણ કર્યો ઉલ્લેખ

પાકિસ્તાનના વડાપ્રધાને પરમાણુ હથિયારોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન પરમાઉ સંપન્ન દેશ છે. તે આક્રમક થવા માટે નહીં પરંતુ ખુદની રક્ષા માટે કરાયું છે. પરંતુ ઉપરવાળા ન કરે, ક્યારેય પરમાણુ યુદ્ધ જેવી સ્થિતિ આવે, નહીં તો શું થયું હતું તે જણાવવા માટે પણ કોઈ જીવતું નહીં બચે. યુદ્ધ હવે વિકલ્પ નથી.

મહત્વનું છે કે, પાકિસ્તાન એક તરફ શાંતિની વાત કરી રહ્યું છે, પરંતુ તેઓ પોતાના પરમાણુ હથિયારોની સંખ્યામાં વધારો કરી રહ્યું છે. તેમણે છેલ્લા એક વર્ષમાં જ 5 પરમાણુ હથિયારો નવા તૈયાર કર્યા છે.