×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પહેલા બજેટ હતું વોટબેંકનું ખાતું, અમે નથી લગાવ્યા કોઈ ટેક્સ: પીએમ મોદી


નવી દિલ્હી, તા. 04 ફેબ્રુઆરી 2021 ગુરૂવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે સ્વતંત્રતા સંગ્રામની ઐતિહાસિક ચૌરી ચૌરાની ઘટનાના શતાબ્દી સમારોહની શરૂઆત કરી. ઉત્તર પ્રદેશના તમામ જિલ્લામાં આનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. પીએમ મોદી આ કાર્યક્રમમાં વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા સામેલ થયા. આ દરમિયાન પીએમ મોદીએ પોતાના સંબોધનમાં તાજેતરમાં જ રજૂ કરવામાં આવેલા સામાન્ય બજેટના વખાણ કર્યા અને કહ્યુ કે અમારી સરકારે કોઈ પણ વ્યક્તિ પર નવા ટેક્સનો ભાર લાદ્યો નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ, પહેલા સરકાર બજેટને વોટ બેન્કના ખાતાની જેમ ઉપયોગ કરતા હતા અને જરૂરિયાતના હિસાબે માત્ર એલાન કરવામાં આવતુ હતુ. કોરોના સંકટના કારણે એક્સપર્ટ કહી રહ્યા હતા કે આ વખતે સરકાર સામાન્ય લોકો પર મોટા ટેક્સ લગાવશે પરંતુ અમારી સરકારે કોઈ પણ નવા ટેક્સનુ એલાન કર્યુ નથી.

ખેડૂતોને લઈને પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે બજેટની અંદર ખેડૂતોનુ પણ ધ્યાન રાખવામાં આવ્યુ અને મંડીઓને મજબૂત કરવા માટે રકમ આપવામાં આવી છે. લગભગ એક હજાર મંડીઓને ઈ-નામથી જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે કોરોના સંકટકાળમાં કૃષિ સેક્ટરે રોકાયા વિના દેશની પ્રગતિમાં પોતાનુ યોગદાન આપ્યુ.

બજેટમાં શુ છે ખાસ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે હવે દેશનો પ્રયાસ છે કે દરેક ગામ, કસ્બામાં પણ સારવારની એવી વ્યવસ્થા થઈ છે કે દરેક નાની-મોટી બીમારી માટે શહેરની તરફ ભાગવુ પડે નહીં. એટલુ જ નહીં શહેરોમાં પણ સારવાર કરાવવામાં તકલીફ ના પડે, આ માટે પણ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે.

પોતાના સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે ગ્રામીણ વિસ્તાર માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને વધારીને 40,000 કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે. આનો સીધો લાભ દેશના ખેડૂતને થશે. આ તમામ નિર્ણય આપણા ખેડૂતને આત્મનિર્ભર બનાવશે. કૃષિને લાભનો વેપાર બનાવશે.

ઉલ્લેખનીય છે કે ચૌરી ચૌરાની ઘટનાને આગામી વર્ષે સો વર્ષ પૂરા થશે. યુપી સરકારે અત્યારથી જ જશ્નની શરૂઆત કરી છે. પ્રદેશના દરેક જિલ્લામાં આ દરમિયાન કાર્યક્રમ થશે. જેનુ ઉદ્ઘાટન પીએમ મોદીએ કર્યુ છે.