×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પહેલાની સરકારોએ બેન્કોની NPAને કારપેટ નીચે સંતાડી દીધી હતી, અમારી સરકારે તે જાહેર કરીઃ પીએમ મોદી


નવી દિલ્હી, તા. 16. નવેમ્બર, 2021 મંગળવાર

પીએમ મોદીએ આજે CAG ના હેડ ક્વાર્ટરમાં સરદાર પટેલની પ્રતિમાનુ અનાવરણ કર્યુ હતુ.

સાથે સાથે અહીંયા ઓડિટ ડેની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રંસગે પીએમ મોદીએ કહ્યુ હતુ કે, પહેલા દેશમાં ઓડિટને શંકા અને ભયની નજરે જોવાતુ હતુ.CAG વર્સિસ સરકાર જેવી સ્થિતિ ઉભી થઈ હતી .પણ આજે આ માનસિકતા બદલાઈ છે.આજે ઓડિટને વેલ્યુ એડિશન તરીકે ગણવામાં આવે છે.એક સંસ્થાના સ્વરુપમા CAG માત્ર એકાઉન્ટનો તાળો નથી  મેળવતુ પણ ઉત્પાદકતામાં અને કાર્યક્ષમતામાં વધારો પણ કરે છે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, પહેલા દેશના બેન્કિંગ સેક્ટરમાં પારદર્શિતા નહોતી.જેના પરિણામે બેન્કોની NPA વધતી ગઈ હતી.NPAને કાર્પેટ નીચે સંતાડી દેવાની અગાઉની સરકારોની માનસિકતાથી લોકો પરિચિત છે પણ અમારી સરકારે ઈમાનદારથી અગાઉની સરકારોનુ સત્ય દેશ સામે મુકયો હતુ.સમસ્યાના સમાધાન  માટે પહેલા સમસ્યાને ઓળખવાની જરુર પડતી હોય છે.

તેમણે કહ્યુ હતુ કે, CAG દ્વારા જે પણ આંકડા કે ફાઈલ અથવા દસ્તાવેજ માંગવામાં આવે તે તમામ સરકારી વિભાગોએ તેને ઉપલબ્ધ કરાવવા જોઈએ.આજે આપણે એવી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છે જેમાં સરકારની દખલગીરી ઓછી થઈ રહી છે અને લોકોનુ કામ આસાન થઈ રહ્યુ છે.દાયકાઓ સુધી  CAGની ઓળખ સરકારી ફાઈલો વચ્ચે માથાકૂટ કરતી સંસ્થા તરીકે રહી હતી.CAG સાથે જોડાયેલા લોકોએ જ આ પ્રકારની ઈમેજ બનાવી હતી.આજે મને ખુશી છે કે તેમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યુ છે.ઓડિટની કાર્યવાહી આધુનિક બની રહી છે.