×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પશ્ચિમ બંગાળ : ખડગપુરમાં TMC કાર્યકરોથી ભરેલી બસ પલટી, 1 મોત, 39 ઈજાગ્રસ્ત

ખડગપુર, તા.21 જુલાઈ-2023, શુક્રવાર

પશ્ચિમ બંગાળમાં ટીએમસી કાર્યકરોને લઈ જઈ રહેલી બસ પલટી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ ઘટના ખડગપુરમાં બની હોવાનું સામે આવ્યું છે. જ્યારે ટીએમસીના કાર્યકર્તાઓ બસમાં જઈ રહ્યા હતા ત્યારે બસ ખડગપુરમાં પાસે પલટી જવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં એક કાર્યકર્તાનું મોત નિપજ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. તો ટીએમસીના 39 કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા છે.

ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો

હમણાં જ મળતા અહેવાલો મુજબ પશ્ચિમ બંગાળના ખડગપુરમાં ટીએમસીના કાર્યકર્તાઓને લઈ જઈ રહેલી બસ અચાનક પલટી મારી ગઈ છે, જેમાં એક કાર્યકર્તાનું મોત નિપજ્યું છે, તો 39 ટીએમસી કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા છે. મળતા અહેવાલો મુજબ ખડગપુરમાં વરસાદ પડી રહ્યો હતો, આ દરમિયાન બસના ડ્રાઈવરે વળાંકમાં બસ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. હાલ ઘટના સ્થળે પોલીસનો કાફલો અને મોટી સંખ્યમાં ટીએમસી કાર્યકરો પહોંચી ગયા છે. ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે.

કાર્યકર્તાઓ કાર્યક્રમમાં હાજરી આપી ધર્મતલ્લાથી બંધવન પરત ફરી રહ્યા હતા

શહીદ દિવસથી પરત ફરતી વખતે આ માર્ગ અકસ્માત થયો હોવાના અહેવાલો મળ્યા છે. તૃણમૂલ કાર્યકર્તાઓથી ભરેલી બસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નિયંત્રણ ગુમાવ્યા બાદ નયનજુલી ખાતે રોડની બાજુમાં પલટી ગઈ છે. આ દર્દનાક અકસ્માત ખડગપુરના રૂપનારાયણપુર પાસે નેશનલ હાઈવે પર થયો હતો. નોંધનીય છે કે આ દિવસે તૃણમૂલના કાર્યકરો અને સમર્થકો શહીદ દિવસના કાર્યક્રમ (21 જુલાઈ)માં ભાગ લેવા માટે બસ દ્વારા ધર્મતલ્લા ગયા હતા. સભા પૂરી કરીને બસ ધર્મતલ્લાથી બંધવન જવા રવાના થઈ. જ્યારે તે ખડગપુરના રૂપનારાયણપુર પાસે નેશનલ હાઈવે ક્રોસ કરી રહી હતી ત્યારે ડ્રાઈવરે અચાનક બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો.

બસ રોડની બાજુના ખાડામાં પલટી ગઈ

બસ રસ્તાની બાજુના ખાડામાં પલટી ગઈ હતી. અકસ્માતના સમાચાર મળતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તુરંત બચાવ કામગીરી શરૂ કરી દીધી... આ ઘટનામાં એક વ્યક્તિનું પહેલા જ મોત નીપજ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં સવાર 39 મુસાફરો ઘાયલ થયા છે. તેમાંથી કેટલાક ગંભીર રીતે ઘાયલ છે, તમામ 39 ઘાયલ લોકોને બચાવીને મેદિનીપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.