×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ : શુભેન્દ્રુ અધિકારીની કેન્દ્રને વિનંતી

કોલકાતા, તા.08 જુલાઈ-2023, શનિવાર

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી શરૂ થયા બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં હિંસા થવાની ઘટનાઓ સામે આવી છે. બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થઈ રહેલી હિંસા પર ભાજપે ટીએમસી પર નિશાન સાધ્યું છે. વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જી સરકારની ભૂમિકા પર આંગળી ચિંધી છે. તેમણે કહ્યું કે, તૃણમુલના ગુંડાઓ અને પોલીસની મિલિભગત હોવાથી હત્યાઓ થઈ રહી છે. બંગાળની હિંસા માટે મમતા બેનર્જી જવાબદાર છે. શુભેન્દુએ કેન્દ્રને બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે.

શુભેન્દુ અધિકારીનો નવો નારો... ‘ચલો કાલીઘાટ જઈએ’

બંગાળમાં વિવિધ વિસ્તારોમાં મતદાનને લઈ સર્જાયેલા તણાવ વચ્ચે શુભેન્દુ અધિકારીએ ‘ચાલો કાલીઘાટ જઈએ, ઈંટો ખોલીએ’ નવું સૂત્ર શરૂ કર્યું છે. શુભેન્દુએ દાવો કર્યો છે કે, બંગાળમાં ફરી શાંતિ સ્થાપવા બે રસ્તા છે. લોકો બળવો કરે અથવા બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ. આ દરમિયાન તૃણમૂલના પ્રવક્તા કુણાલ ઘોષે જણાવ્યું કે, તેઓ જાણે છે કે તેઓ હારી જશે, તેથી જ તેઓ આવી વાત કરી રહ્યા છે. શુભેન્દુએ આ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરતા પહેલા દિલ્હીના દાદાઓ સાથે મણિપુર વિશે વાત કરવી જોઈએ.

લાંબા સમયથી રાજ્યમાં કેન્દ્રીય હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે શુભેન્દુ 

શુભેન્દુ અધિકારી લાંબા સમયથી રાજ્યમાં કેન્દ્રીય હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે. અત્યાર સુધી કેન્દ્ર સરકારે તેમની માંગ પર કોઈ કાર્યવાહી કરી નથી. શનિવારે શુભેન્દુએ એક સંદેશમાં કહ્યું કે, જો બંગાળમાં પંચાયત હિંસા અંગે પગલાં લેવામાં નહીં આવે તો હું મારું પદ છોડવા પણ તૈયાર છું. ઉલ્લેખનીય છે કે, પંચાયત ચૂંટણી દરમિયાન લગભગ 16 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે.

બંગાળની હાલત મણિપુર કરતાં પણ ખરાબ : શુભેન્દુ

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીના મતદાન દરમિયાન થયેલી હિંસા પર ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ મમતા સરકાર પર પ્રહારો કર્યા છે. અધિકારીએ કહ્યું કે, આ સમયે બંગાળમાં સ્થિતિ મણિપુર કરતા પણ ખરાબ છે.





पश्चिम बंगाल पंचायत चुनाव हिंसा, बीजेपी, टीएमसी, शुभेंदु अधिकारी, ममता बनर्जी, राष्ट्रपति शासन