×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પવાર, ફડણવીસ અને મને એકસાથે જોઈને કેટલાક લોકોની ઊંઘ ઊડી શકે છેઃ શિંદે


- શિંદે જૂથના બળવાના કારણે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી મહા વિકાસ અઘાડી સરકાર પડી ભાંગી હતી

મુંબઈ, તા. 20 ઓક્ટોબર 2022, ગુરૂવાર

મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી એકનાથ શિંદે અને NCP પ્રમુખ શરદ પવાર એક મંચ પર જોવા મળ્યા હતા. બુધવારે મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા આશિષ શેલાર સાથે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવાર સાથે મુંબઈ ક્રિકેટ સંઘ (MCA)ની ચૂંટણી પહેલા સ્પેશિયલ ડિનરમાં હાજરી આપી હતી. આ અવસર પર શિંદેએ કહ્યું કે, પવારના તેના અને બીજેપી નેતાઓ સાથે મંચ શેર કરતા કેટલાક લોકોની રાતવી ઉંઘ ઉડી શકે છે.

જો કે, એકનાથ શિંદેએ કોઈનું નામ નથી લીધું પરંતુ તેમનું નિવેદન પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માટે હોવાનું માનવામાં આવી રહ્યું છે. શિંદેએ આ અવસર પર કહ્યું કે, પવાર, ફડણવીસ અને શેલારને એક જ મંચ પર જોતા કેટલાક લોકોની ઊંઘ ઊડી શકે છે. પરંતુ આ રાજકારણ કરવાની જગ્યા નથી. અમે બધા રમતના ચાહકો અને સમર્થકો છીએ. એટલા માટે અમે અમારા રાજકીય મતભેદો હોવા છતાં રમતના વિકાસ માટે સાથે આવ્યા છીએ.


શિંદે જૂથના બળવાના કારણે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી મહા વિકાસ અઘાડી સરકાર પડી ભાંગી હતી. શિવસેનાના 55માંથી 39 ધારાસભ્યો સાથે શિંદેના વિદ્રોહના કારણે પણ પાર્ટીમાં ભંગાણ થયું હતું. ત્યારબાદ એકનાથ શિંદેએ બીજેપી સાથે ગઠબંધન કરી લીધું હતું. ત્યારબાદ એકનાથ શિંદે સીએમ બન્યા હતા અને દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ.

મુંબઈ ક્રિકેટ એસોસિએશનના પદાધિકારીઓના પાંચ પદ માટે MCAના 9 કાઉન્સિલર અને ટી20ની જનરલ કાઉન્સિ, મુંબઈના બે પ્રતિનિધિઓ માટે 20 ઓક્ટોબરે મતદાન થવાનું છે. ઠાકરેના નજીકના સહયોગી મિલિંદ નાર્વેકર અને એનસીપી નેતા જિતેન્દ્ર આવ્હાડ પણ ચૂંટણી લડી રહ્યા છે. પવાર અને બીસીસીઆઈના નવા નિયુક્ત કોષાધ્યક્ષ અને ભાજપના આશિષ શેલારે પેનલમાંથી ઉમેદવારી નોંધાવી છે.