×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પતિ વિરુદ્ધ વૈવાહિક દુષ્કર્મનો કેસ દાખલ કરાશે : હાઈકોર્ટના નિર્ણયને કર્ણાટક સરકારનું સમર્થન

Image - Pixabay

નવી દિલ્હી, તા.22 ડિસેમ્બર-2022, ગુરુવાર

મેરિટલ રેપના એક કેસમાં કર્ણાટર સરકારે એક પતિ વિરૂદ્ધ સુનાવણી ચલાવવા સમર્થન આપ્યું છે. રાજ્ય સરકારે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયનું સમર્થન કરતા સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરી છે. હાઈકોર્ટે પત્ની સાથે બળતબરીથી શારીરિક સંબંધ બાંધવા માટે IPCની કલમ 376 હેઠળ પતિ વિરૂદ્ધ લગાવાયેલા આરોપોને સમર્થન આપ્યું છે.

જ્યારે અગાઉ કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ દાખલ કરાયેલી અરજીઓમાં IPCની કલમ 375ના અપવાદ-2ને પડકારતી વખતે મેરિટલ રેપને અપરાધ બનાવવા અંગે સ્પષ્ટ વલણ લેવાનું ટાળ્યું હતું. કર્ણાટક સરકારે મેરિટલ રેપની FIRને રદ કરવાની મનાઈ કરતા ચુકાદો સંભળાવ્યો હતો. જસ્ટિ એમ.નાગપ્રસન્નાની ખંડપીઠે કહ્યું કે, ભારતીય દંડ સંહિતાની કલમ 375ની અપવાદ 2, જે પતિને તેની પત્ની વિરુદ્ધ દુષ્કર્મના ગુનામાંથી મુક્તિ આપે, છે તે "સંપૂર્ણ" નથી.

ન્યાયાધીશ એમ.નાગપ્રસન્નાની ટિપ્પણી

ન્યાયાધીશ એમ.નાગપ્રસન્નાએ ટિપ્પણી કરતા કહ્યું કે, એક પુરૂષ એક પુરુષ છે, એક એક્ટ એક એક્ટ છે અને દુષ્કર્મ એક દુષ્કર્મ છે, ભલે તે કોઈ પુરૂષ દ્વારા કરાયું હોય... વૈવાહિક દુષ્કર્મના અપવાદની બંધારણીયતા પર કોઈ ઘોષણા કર્યા વિના કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે, મેરિટલ રેપ કેસમાં ચોક્કસ તથ્યો અને સંજોગોમાં પત્ની પર આવા પ્રકારનો જાતીય હુમલો કે દુષ્કર્મ કરવા માટે પતિને સંપૂર્ણ અધિકાર ન હોઈ શકે, કારણ કે કાયદામાં છૂટ નથી.

વૈવાહિક દુષ્કર્મ પર લાંબી ચર્ચા 

દેશમાં છેલ્લા ઘણા દિવસથી વૈવાહિક દુષ્કર્મનો મામલો સતત ચર્ચાતો રહ્યો છે. તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટની બેંચે NGO RIT ફાઉન્ડેશન અને ઓલ ઈન્ડિયા ઓલ ડેમોક્રેટિક વુમન્સ એસોસિએશન દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરી રહી હતી, જેમાં દુષ્કર્મના કાયદા હેઠળ પતિઓને અપાયેલા અધિકારીને સમાપ્ત કરવાની માંગ કરાઈ હતી. અરજદારોએ IPC કલમ 375 (રેપ)ની બંધારણીયતાને એ આધાર પર પડકારી હતી કે, આ કલમ તેમના પતિ દ્વારા જાતીય હુમલાનો ભોગ બનેલી પરિણીત મહિલાઓ સાથે ભેદભાવ કરે છે.

અગાઉ પણ કર્ણાટક હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી

ભારતીય દંડ સંહિતા, 1860 (IPC) 1861માં લાગુ કરાઈ હતી. જોકે ત્યારથી આ કલમ અંગે અપવાદ જોવા મળ્યો હતો કારણ કે તે મેરિટલ રેપને ગુનાની કેટેગરીમાંથી બહાર રાખે છે. અરજદારોએ દલીલ કરી હતી કે ઘરેલુ હિંસા કાયદો ખાસ કરીને પતિ-પત્નીની જાતીય હિંસાને ઓળખવા બનાવાયો હતો. જસ્ટિસ રાજીવ શકધર અને જસ્ટિસ સી.હરિશંકરની બે જજોની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી હતી, પરંતુ આ મામલો હજુ સંપૂર્ણ ઉકેલાયો નથી. જો કે કર્ણાટક હાઈકોર્ટે આ મામલે કેટલીક કડક ટિપ્પણીઓ કરી હતી, ત્યારબાદ કોર્ટને પણ સરકારનું સમર્થન મળ્યું છે.