×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પંજાબ સરહદી રાજ્ય, સિધ્ધુ પર ભરોસો થઈ શકે તેમ નથીઃ ભાજપ


નવી દિલ્હી,તા.19.સપ્ટેમ્બર,2021

પંજાબમાં રાજકીય ઉથલ પાથલ વચ્ચે ગઈકાલે કેપ્ટન અમરિન્દરસિંહે સીએમ પદેથી રાજીનામુ આપ્યા બાદ કહ્યુ હતુ કે, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિધ્ધુના પાકિસ્તાન સાથે નિકટના સબંધો છે.

એ પછી હવે ભાજપે પણ સિધ્ધુ પર નિશાન સાધવાનુ શરુ કર્યુ છે.ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે કહ્યુ છેકે, નવજોત સિધ્ધુ પર ભરોસો થઈ શકે તેમ નથી.પંજાબ એક તો સરહદ પરનુ રાજ્ય છે.જ્યાં રોજ પાકિસ્તાનથી ઘૂસણખોરીની ઘટનાઓ બને છે.પાકિસ્તાનથી ગેરકાયદેસર હથિયારો તેમજ ડ્રગ્સ પંજાબમાં ઘૂસાડવાના મામલા રોજ સામે આવે છે.આવામાં નવજોતસિંહ સિધ્ધુનો ભરોસો થઈ શકે તેમ નથી.ખુદ કેપ્ટન અમરિન્દરસિંહે પણ કહ્યુ છે કે, સિધ્ધુના પાક પીએમ અને સેના સાથે સબંધો છે.

દરમિયાન નવજોતસિંહ સિધ્ધુના સલાહકારે પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દરસિંહ પર નિશાન સાધતા કહ્યુ છે કે, સિધ્ધુની દેશભક્તિ પર કોઈના લેક્ચરની જરુર નતી.