×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પંજાબ ચૂંટણી: જલંધરમાં પીએમ મોદીની રેલી, કહ્યુ- અહીંની પોલીસ તો હાથ ઊંચા કરી દે છે


ચંદીગઢ, તા. 14 ફેબ્રુઆરી 2022 સોમવાર

પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે જલંધરમાં ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા છે. તેઓ પાઘડી પહેરીને સ્ટેજ પર આવ્યા અને પંજાબની ધરતીને નમન કર્યા. પીએમ મોદીએ કહ્યુ, ગુરુઓ, પીર, ફકીરો, મહાન ક્રાંતિકારીઓ અને જનરલની ધરતી પર આવવુ મોટુ સુખ છે. હુ તમામ ગુરુઓને પ્રણામ કરતા જલંધરની ધરતીથી શક્તિપીઠ દેવી તાલાબની દેવી માતા ત્રિપુરમાલિનીને શ્રદ્ધાપૂર્વક નમન કરુ છુ.

પીએમ મોદીએ પંજાબ સરકાર અને પોલીસ-વહીવટીતંત્ર પર કર્યો હુમલો

પીએમ મોદીએ પંજાબના પોલીસ-વહીવટીતંત્ર અને સરકાર પર નિશાન સાધતા કહ્યુ, આજે મારી ઈચ્છા હતી કે આ કાર્યક્રમ બાદ દેવી જી ના ચરણોમાં જઈને નમન કરુ, તેમના આશીર્વાદ લૂં. પરંતુ અહીંના વહીવટીતંત્ર અને પોલીસે હાથ ઉભા કરી દીધા. તેમણે કહ્યુ કે અમે વ્યવસ્થા કરી શકશે નહીં, આપ હેલિકોપ્ટરથી જતા રહો. હવે આ હાલ છે સરકારનો અહીં, પરંતુ હુ માતાની પાસે બીજીવાર જરૂર આવીશ, માતાના ચરણોમાં શીશ ઝુકાવીશ.

પીએમ મોદીએ પંજાબમાં વીતાવેલા જૂના દિવસોને યાદ કર્યા

તેમણે આગળ કહ્યુ, હુ બાબા બન્દા સિંહ બહાદુર, મહારાજા રણજીત સિંહ જી, લાલા લાજપત રાય જી, વીર શહીદ ભગતસિંહ જી, શહીદ ઉધમ સિંહ જી અને દોઆબ દા ગાંધી પંડિત મૂળરાજ શર્મા જી ના તબક્કામાં શ્રદ્ધાંજલિ અર્પિત કરુ છુ. પંજાબ સાથે મારુ ઘણુ ભાવાત્મક જોડાણ રહ્યુ છે. પંજાબે મને ત્યારે રોટલી ખવડાવી જ્યારે હુ ભાજપના એક સાધારણ કાર્યકર્તા તરીકે અહીં ગામ-ગામ માં કામ કરતો હતો.