×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પંજાબના પૂર્વ મંત્રી સુંદર શામ અરોરાની વિજિલન્સ બ્યુરોએ કરી ધરપકડ


- સુંદર શામ અરોરા વિજિલન્સ અધિકારીને 50 લાખની લાંચ આપતા રંગે હાથે ઝડપાઈ ગયા 

ચંદીગઢ, તા. 16 ઓક્ટોબર 2022, રવિવાર

પોતાની સામે ચાલી રહેલી તપાસમાં ઘેરાયેલા જોઈને પૂર્વ મંત્રી સુંદર શામ અરોરા ખુદ વિજિલન્સ અધિકારીને 50 લાખની લાંચ આપતા રંગે હાથે ઝડપાઈ ગયા છે. તે મોડી રાત્રે જીરકપુરમાંથી ઝડપાયો હતો. અધિકારીને લાંચ આપવા બદલ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ તેના પીએ સહિત અન્ય ઘણા લોકો પણ વિજીલન્સની નજરમાં આવી ગયા છે. વિજિલન્સ વડાએ પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર મામલાની માહિતી આપી હતી. અરોરાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

વિજિલન્સ બ્યુરો છેલ્લા કેટલાક સમયથી મંત્રી સામે આવક કરતા વધુ સંપત્તિ સહિત ત્રણ કેસની તપાસ કરી રહી હતી. વિજિલન્સ ટીમે તેમને બે વખત પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ દરમિયાન જ્યારે મંત્રીને લાગ્યું કે તેઓ આ કેસમાં જેલમાં જઈ શકે છે ત્યારે તેમણે કેસની તપાસ કરી રહેલા AIG મનમોહન સિંહને લાંચ આપવાની યોજના બનાવી લીધી હતી.

તેણે અધિકારીને એક કરોડની લાંચ આપવાની ઓફર કરી. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ તેમના ઘરે પૈસા લાવશે. આ દરમિયાન અધિકારીએ આ વાત પોતાના વરિષ્ઠ અધિકારીઓને જણાવી હતી. આ બાબત તાત્કાલિક મુખ્યમંત્રીના ધ્યાન પર લાવવામાં આવી હતી. ત્યારબાદ ટ્રેપ લગાવીને આરોપીઓને પકડવાની યોજના ઘડવામાં આવી હતી. સૌથી પહેલા પૂર્વ મંત્રીને જીરકપુર સ્થિત કોસ્મો મોલમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓ 50 લાખ રૂપિયા લઈને પહોંચી ગયા હતા. વિજિલન્સે તે જ સમયે તેમની ધરપકડ કરી લીધી હતી. આ દરમિયાન બે સરકારી સાક્ષીઓ પણ બનાવવામાં આવ્યા હતા. સાથે જ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. વિજિલન્સનું કહેવું છે કે, અમે આરોપી આવું કૃત્ય કરશે તેની કલ્પના પણ નહોતી કરી.