×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ન ભૂતો ન ભવિષ્યતિ : નો નેગેટિવ, નો પોઝિટિવ બજેટ


વ્યક્તિગત ટેક્સ માળખામાં ફેરફાર ન થતાં પગારદારો નિરાશ : ઈન્ફ્રાસ્ટ્રક્ચરને રૂ. 5.54 લાખ કરોડ :  સ્ટાર્ટઅપને એક વર્ષ માટે ટેક્સ હોલી-ડે

15 વસ્તુઓ પર કૃષિ સેસ લાદી કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન અપાશે, રૂ. 1.75 લાખ કરોડ ઊભા કરવા સરકારી સંપત્તિઓ વેચાશે

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 1 ફેબ્રુઆરી, 2021, સોમવાર

કોરોના મહામારીની પૃષ્ઠભૂમિમાં નાણામંત્રી નિર્મલા સીતારામને નાણાકીય વર્ષ 2021-22ના બજેટ મારફત ન્યૂ ઈન્ડિયાનું માળખું દેશ સમક્ષ રજૂ કર્યું. નાણામંત્રીએ કોરોનાકાળમાં તળીયે પહોંચી ગયેલા આૃર્થતંત્રને બેઠું કરવા માટે સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ખર્ચમાં તીવ્ર વધારા અને હેલૃથકેરમાં બમણા ખર્ચ મારફત રોજગારી સર્જન પર ભાર મૂક્યો છે.

વિવિધ સેક્ટરમાં ખર્ચમાં વધારાથી ઉદ્યોગોને લાભ થશે. વધુમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું આૃર્થતંત્ર બનાવવાના અભિયાનના ભાગરૂપે સરકારે રૂ. 1.75 લાખ કરોડ ઊભા કરવા માટે વ્યાપક પ્રમાણમાં સરકારી સંપત્તિ વેચવા કાઢી છે.

નાણામંત્રીએ પેટ્રોલ-ડીઝલ સહિત અનેક વસ્તુઓ પર સૌપ્રથમ વખત એગ્રી સેસ લાદીને રૂ. 30,000 કરોડ ઊભી કરવાની પણ યોજના બનાવી છે. જોકે, સરકારે વ્યક્તિગત આૃથવા કોર્પોરેટ ટેક્સમાં કોઈપણ ફેરફાર નહીં કરીને કોરોનાકાળમાં નોકરી ગુમાવનારા આૃથવા પગાર કાપનો સામનો કરનારા મધ્યમવર્ગને કોઈ રાહત નહીં આપતાં ઠેંગો બતાવ્યો છે.

નાણામંત્રી નિર્મલા સીતારામને સોમવારે તેમના ભાષણની શરૂઆતમાં કહ્યું કે, કોરોના મહામારી પછી સરકાર અત્યાર સુધીમાં અનેક મીની બજેટ લાવી ચૂકી છે. કોરોના મહામારીના કારણે આ વખતે બજેટ પેપરલેસ થઈ ગયું છે.  નાણામંત્રીએ લાલ કપડામાં 'બહી ખાતા'ની જેમ લપેટાયેલા ટેબલેટ મારફત તેમનું ત્રીજું બજેટ રજૂ કર્યું હતું. 

2021-22નું બજેટ છ મુખ્ય સ્તંભો પર આધારિત

નાણામંત્રીએ રજૂ કરેલું બજેટ છ મુખ્ય સ્તંભો પર આધારિત હતું, જેમાં સ્વાસ્થ્ય અને સુખાકારી, ફિઝિકલ અને ફાઈનાન્સિયલ મૂડી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આશાસ્પદ ભારત માટે સમાવેશક વિકાસ, માનવ મૂડી, નવીનતા અને આરએન્ડડી, મિનિમમ ગવર્નન્સ અને મેક્સિમમ ગવર્નન્સનો સમાવેશ. નાણામંત્રીએ નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળના ખર્ચમાં અસાધારણ વૃદ્ધિની જોગવાઈ કરી છે જ્યારે હેલૃથ સેક્ટરના ખર્ચમાં બમણો વધારો કર્યો છે.

વ્યક્તિગત ટેક્સમાં ફેરફાર ન થતાં પગારદારો નિરાશ

વધુમાં કોરોના મહામારીના કારણે આૃર્થતંત્રને ગર્તામાંથી ખેંચી કાઢવા માટે આગામી નાણાકીય વર્ષમાં વીમા ક્ષેત્રમાં વિદેશી રોકાણ પરની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરી છે. સરકાર આ વર્ષે સૌથી મોટી વીમા કંપની એલઆઈસીનો આઈપીઓ લાવશે. આ બજેટ ઉદ્યોગો માટે ખૂબ જ આશાસ્પદ છે, પરંતુ સરકારે વ્યક્તિગત આૃથવા કોર્પોરેટ ટેક્સના દરમાં કોઈ ફેરફાર ન કરતાં પગારદારો નિરાશ થયા છે. વધુમાં સરકારે સૃથાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે ઓટો પાર્ટ્સ, મોબાઈલ ફોન કોમ્પોનન્ટ્સ, અને સૌર પેનલના ચોક્કસ પાર્ટ્સ પર આયાત જકાત લાદી છે. 

નાણામંત્રીએ સૌપ્રથમ વખત કૃષિ સેસ રજૂ કર્યો

નાણામંત્રીએ કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં િધરાણને પ્રોત્સાહન આપવા અને અન્ય વિકાસ કાર્યોના ખર્ચ માટે કૃષિ સેસ લાદ્યો છે, જેના ભાગરૂપે સફરજન, કઠોળ, દાળ, દારૂ, કેમિકલ્સ, ચાંદી અને કપાસ જેવી કેટલીક વસ્તુઓની આયાત પર એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (એઆઈડીસી) લાદ્યો છે, જેનો અમલ મંગળવારથી જ થઈ જશે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પર પણ કૃષિ સેસ લાગુ કર્યો છે. જોકે, સરકારે આ વસ્તુઓ પરની આયાત જકાતમાં સેસ જેટલો જ આૃથવા વધુ ઘટાડો કરતાં તેના ભાવોમાં વધારાની સંભાવના નથી.

સુધારાવાદી નાણામંત્રીના બજેટને ઉદ્યોગો-બજારે વધાવી લીધું

મોદી સરકારના આઠમા બજેટમાં નાણામંત્રીએ જૂના વાહનોને ભંગારમાં મોકલવાની નીતિ, જાહેર ક્ષેત્રની બેન્કોમાં રૂ. 20,000 કરોડની મૂડી ઠાલવવાની, કેટલાક બીન વ્યૂહાત્મક પીએસયુના વેચાણ મારફત આૃર્થતંત્રની ગાડીને પુન: પાટા પર લાવવાની દરખાસ્ત કરી છે. નાણાકીય વર્ષ 2020-21માં દેશનું આૃર્થતંત્ર માઈનસ 7.7 ટકાના દરે છે, જે દેશના ઈતિહાસમાં પ્રથમ વખત તળિયે છે. 

પીએફમાં કર્મચારીઓના યોગદાનને કરપાત્ર બનાવાયું

નાણાકીય વર્ષ 2021-22 માટેના બજેટમાં સીતારામને પીએફમાં વાર્ષિક રૂ. 2.50 લાખથી વધુના કર્મચારીઓના યોગદાનના વ્યાજને કરપાત્ર બનાવ્યું છે. ગયા વર્ષે નાણામંત્રીએ પીએફ, એનપીએસ અને સુપર એન્યુએશન ફંડ્સમાં વાર્ષિક રૂ. 7.5 લાખના એમ્પ્લોયર્સના યોગદાન પર કર મુક્તિમાં મર્યાદા મૂકી હતી. વરિષ્ઠ નાગરિકોને રાહત આપતાં નાણામંત્રીએ 75 વર્ષથી વધુ વયના લોકોને ચોક્કસ શરતોને આિધન આઈટી રીટર્ન ભરવામાંથી મુક્તિ આપી છે. 

ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર અને રેલવેમાં ફાળવણીમાં 37 ટકાનો વધારો

નિર્મલા સીતારામને ભારતીય આૃર્થતંત્રને આગળ ધપાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રૂ. 5.54 લાખ કરોડની ફાળવણી કરી છે, જેમાં માર્ગ અને હાઈવે સેક્ટર માટે રૂ. 1.18 લાખ કરોડ અને રેલવે માટે રૂ. 1.08 લાખ કરોડનો સમાવેશ થાય છે. આ ફાળવણી ગયા વર્ષ કરતાં 37 ટકા વધુ છે. આૃર્થતંત્રમાં માગ ઊભી કરવા અને રોજગારી સર્જવા માટે આ ખર્ચ કરાશે. આગામી નાણાકીય વર્ષમાં હેલૃથ સેક્ટરમાં રૂ. 2.2 લાખ કરોડના ખર્ચની તેમણે દરખાસ્ત કરી છે, જેના મારફત કોરોના મહામારી સામે રસીકરણ અભિયાન તેમજ સ્વાસ્થ્ય સુવિધાઓમાં સુધારો કરાશે.

નવા કૃષિ સેસમાંથી સરકાર રૂ. 30,000 કરોડ ઊભા કરશે

નાણામંત્રીએ બજેટમાં બિન વ્યૂહાત્મક સરકારી કંપનીઓના વેચાણ મારફત રૂ. 1.75 લાખ કરોડ ઊભા કરવાનું લક્ષ્ય બનાવ્યું છે જ્યારે સરકાર નવા કૃષિ સેસમાંથી રૂ. 30,000 કરોડ ઊભા કરશે. સરકારે 14-15 વસ્તુઓ પર કૃષિ સેસ લાદ્યો છે, જેનો અમલ મંગળવારથી થઈ જશે. કોરોનાકાળમાં સરકારની કરની આવક ઘટી ગઈ હતી જ્યારે આૃર્થતંત્રને ટેકો આપવા વધુ ખર્ચ કરવો પડયો હતો. આથી ચાલુ નાણાકીય વર્ષમાં નાણાં ખાધ જીડીપીના 3.5 ટકાના લક્ષ્યાંક સામે 9.5 ટકા રહી હતી. આગામી નાણાકીય વર્ષ માટે સરકારે નાણાં ખાધનો અંદાજ 6.8 ટકા રાખ્યો છે.

નાણાકીય વર્ષ 22માં સરકારી ખર્ચ જીડીપીના 2.5 ટકા હશે

જીડીપીના પ્રમાણમાં સરકારી મૂડી ખર્ચ નાણાકીય વર્ષ 20માં 1.7 ટકાથી વધીને નાણાકીય વર્ષ 21માં 2.3 ટકા થશે અને નાણાકીય વર્ષ 22માં વધુ વધીને 2.5 ટકા થશે, જે 17 વર્ષમાં સૌથી વધુ મૂડી ખર્ચ હશે. સરકારના આ ખર્ચને પગલે મધ્યમ ગાળે વૃદ્ધિની સંભાવના વધશે.

કાબૂલી ચણા, વટાણા, મસૂરની દાળ, કોલસા અને પામઓઈલ પર કૃષિ સેસ

નવી દિલ્હી, તા. 1

નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા સોના અને ચાંદી ઉપર 2.5 ટકા, દારૂ ઉપર 100 ટકા, સફરજન પર 35 ટકા, બંગાળ ચણા ઉપર 50 ટકા, કાબુલી ચણા ઉપર 30 ટકા, વટાણા ઉપર 10 ટકા, મસુર ઉપર 20 ટકા, ક્રૂડ પામ ઓઈલ ઉપર 17.5 ટકા, ક્રૂડ સોયાબીન, સનફ્લાવર ઉપર 20 ટકા, કોટન ઉપર પાંચ ટકા, કેટલાક વિશેષ ખાતર ઉપર પાંચ ટકા, કોલસા ઉપર 1.5 ટકા, પેટ્રોલ ઉપર પ્રતિ લીટર રૂ. 2.5, ડીઝલ પર રૂ. 4નો એગ્રી ઈન્ફ્રા સેસ લગાવાયો છે.

ટેક્સ ઓડિટ માટે ટર્નઓવરની મર્યાદા પાંચ કરોડથી વધારીને રૂ.10 કરોડ કરાઈ

કલમ 43 (સીએ)માં સુધારો કરી મિલકતના ભાવ અને જંત્રીની કિંમત વચ્ચે 20 ટકા સુધીનો તફાવત આવક તરીકે નહિ જોવાય

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.1

કલમ 44 એબી હેઠળના કરદાતાઓના ટેક્સ ઓડિટ માટેની ટર્નઓવરની મર્યાદા રૂ. 5 કરોડથી વધારીને 10 કરોડ કરી દેવામાં આવી છે. જોકે નાણાં મંત્રી નિર્મલા સીતારામને આ જોગવાઈ કરવાની સાથે કેટલીક શરતો પણ મૂકી છે. આ શરતોને આધીન રહીને જ આ મર્યાદામાં કરેલો વધારાનો લાભ આપવામાં આવશે.

બિઝનેસ કરતાં જે કરદાતાનું વાષક ટર્નઓવર રૂ. 10 કરોડથી ઓછું હોય અને તેમને વર્ષ દરમિયાન થતી રોકડની આવક અને રોકડની જાવક તેના ટર્નઓવરની કુલ મર્યાદાના 5 ટકાથી ઓછી હોય તેવા કરદાતાઓને જ ઓડિટમાંથી મુક્તિ આપવામાં આવી છે, એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જતીન શાહનું કહેવું છે. નાણાં મંત્રીએ આ આવકમાં કેપિટલ ગેઈન, ડિવિડંડની આવક, અને પહેલીવાર કરેલા બિઝનેસની કે પ્રોફેશનની આવક હોય તેવા કરદાતાઓને આ જોગવાઈનો લાભ આપવાનો નાણાં મંત્રીએ નિર્ણય કર્યો છે.

એડવાન્સ ટેક્સના હપ્તાઓ જમા કરાવવામાં ચોક્કસ હેડ હેઠળ થયેલી આવક એડવાન્સ ટેક્સ ભરવા માટે ના જે સમયગાળામાં થઈ હોય તે પછીના એડવાન્સ ટેક્સના હપ્તા ભરવાના થતાં હોય તેમાં જ ભરી દેવામાં આવે તો તેના પર કલમ 234 (સી)ની જોગવાઈ હેઠળ વ્યાજ લાગતે છે તે માફ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલમ 234 સી એડવાન્સ ટેક્સ ભરવામાં કસૂરવાર થાય તો તે કરદાતા પાસે વ્યાજ વસૂલ કરવાની જોગવાઈ તેમાં કરવામાં આવી છે.