×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ન ઉદ્ધવ, નહિ શિંદે: શિવસેનાના બન્ને ફાંટાએ નવું ચિન્હ પસંદ કરવું પડશે


નવી દિલ્હી : શિવસેનાના બન્ને ભાગ - ઉદ્ધવ ઠાકરે સાથે જોડાયેલા પક્ષના સભ્યો અને તેમનો વિરોધ કરી મુખ્યમંત્રી બનેલા એકનાથ શિંદે જૂથ - માટે ચૂંટણી પંચે એક ઝાટકો લાગે એવો અંતરિમ ચુકાદો આપ્યો છે.

શિવસેનાના ચૂંટણી ચિન્હ ધનુષ બાણ  બન્નેમાંથી કોઈ જૂથને નહિ ફળવવનો આદેશ કરવામાં આવ્યો છે. એકનાથ શિંદેએ ઠાકરે સામે બળવો કરી પોતે સાચી શિવસેના હોવાનો દાવો કરતા ચાર મહિના પહેલા આ ચિન્હ માટે દાવો કર્યો હતો. 

આ ઉપરાંત, બન્ને જૂથને નવું નામ અને ઉપલબ્ધ ચિન્હમાંથી નવું પસંદ કરવા માટે પણ અંતરિમ આદેશમાં જણાવ્યું છે.

મુંબઈની અધેરી પૂર્વ બેઠકની પેટા ચૂંટણી ઓકટોબરમાં આવી છે ત્યારે બન્ને જૂથોએ આ આદેશનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે. 

શિંદે અને ઠાકરે વચ્ચેના વિવાદમાં અગાઉ સુપ્રીમ કોર્ટે ઠાકરે જૂથે કરેલી અરજીમાં ચૂંટણી પંચના નિર્ણય અંગે કાર્યવાહી ચાલી રહી હતી તેના ઉપર રોક લગાવવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.

દશેરાના દિવસે બન્ને જૂથોએ પોતે સાચી શિવસેના હોવાનો દાવો કરતા અલગ અલગ રેલીનું આયોજન પણ કર્યું હતું.