×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ન્યુઝીલેન્ડ સામે ટી-20 સીરીઝ રોહિત શર્મા હશે ટીમ ઇન્ડિયાના કેપ્ટન

મુંબઇ, તા. 9 નવેમ્બર 2021, મંગળવાર

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) આગામી એક-બે દિવસમાં ન્યુઝીલેન્ડ સામે યોજાવા જઇ રહેલી ટી-20 અને ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. ભારતીય ટીમ ઘર આંગણે 17 નવેમ્બરથી ન્યુઝીલેન્ડની સાથે ત્રણ મેચોની ટી-20 સીરીઝ અને બે મેચની ટેસ્ટ સીરીઝ રમશે. વ્હાઇટ બોલના વાઇસ કેપ્ટન રોહિત શર્મા ન્યુઝીલેન્ડની સામે ટી-20 સીરીઝમાં ટીમની કમાન સંભાળી શકે છે.

રોહિતને આ સાથે જ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સીરીઝની પહેલી મેચમાં કેપ્ટનશીપ કરવાનો મોકો મળી શકે છે. જોકે, આ પાછળનું એક કારણ એ છે કે કેપ્ટન વિરાટ કોહલીને ટેસ્ટ મેચ પહેલા આરામ મળી શકે છે. વિરાટે પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે તેઓ આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2021 બાદ ભારતીય ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડી દેશે અને ટી-20 ટૂર્નામેન્ટમાં  કેપ્ટન તરીકે છેલ્લીવાર મેદાનમાં ઉતરશે.

એક મીડિયા અહેવાલ અનુસાર વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી પહેલી ટેસ્ટ મેચમાં આરામ કરશે અને મુંબઇમાં યોજાનારી બીજી ટેસ્ટ મેચમાં પરત ફરશે. કોહલીની સાથે જ ન્યુઝીલેન્ડની સામે રમાનારી ટી-20 સીરીઝમાં પણ આરામ કરશે. ટેસ્ટ ટીમમાં વર્તમાન વાઇસ કેપ્ટન આજિંક્ય રહાણે પોતાની ભૂમિકા જારી રાખશે જ્યારે કેએલ રાહુલ ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રહેશે.

ઉલ્લેખનીય છે કે ભારતની ન્યુઝીલેન્ડ સામે જયપુર, રાંચી અને કોલકાતામાં ત્રણ મેચોની ટી-20 સીરીઝ રમાવાની છે. ત્યાર બાદ તેઓ કાનપુર અને મુંબઇમાં બે સ્ટ મેચની મેજબાની કરશે.