×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નેપાળે ભારતને આપ્યો મોટો ઝટકો : પતંજલિ સહિત 16 કંપની પર લગાવ્યો પ્રતિબંધ, જુઓ લીસ્ટ

Image - Pixabay

કાઠમંડુ, તા.20 ડિસેમ્બર-2022, મંગળવાર

નેપાળે 16 ભારતીય કંપનીઓ પાસેથી દવાઓની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. આફ્રિકી દેશોમાં ખાંસી માટેની સિરપથી બાળકોના થયેલા મૃત્યુ બાદ WHOએ આની સાથે જોડાયેલી દવાઓને લઈને ચેતવણી બહાર પાડી હતી. WHOના એલર્ટ બાદ નેપાળે 16 ભારતીય કંપનીઓ પાસેથી દવાઓની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. નેપાળ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીએ બહાર પાડેલી યાદીમાં ભારતની ઘણી મોટી દવા કંપનીઓનો સમાવેશ થાય છે. નેપાળના ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગની યાદીમાં દિવ્યા ફાર્મસી સહિત 16 ભારતીય દવા કંપનીઓ સામેલ છે. દિવ્યા ફાર્મસી યોગ ગુરુ બાબા રામદેવની પતંજલિ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે.

આ કંપનીઓ પર લાગવાયો પ્રતિબંધ

નેપાળ દ્વારા બહાર પડાયેલ પ્રતિબંધિત ભારતીય દવા કંપનીઓની યાદીમાં રેડિયન્ટ પેરેન્ટેરલ્સ લિમિટેડ, મરકરી લેબોરેટરીઝ લિમિટેડ, એલાયન્સ બાયોટેક, કૈપટૈબ બાયોટેક, એગ્લોમેડ લિમિટેડ, ઝી લેબોરેટરીઝ લિમિટેડ, ડૈફોડિલ્સ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, જીએલએસ ફાર્મા લિમિટેડ, યૂનિજૂલ્સ લાઇફ સાયન્સ લિમિટેડ, કોન્સેપ્ટ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. ઉપરાંત આનંદ લાઈફ સાયન્સ લિમિટેડ, આઈપીસીએ લેબોરેટરીઝ લિમિટેડ, કેડિલા હેલ્થકેર લિમિટેડ, ડાયલ ફાર્માસ્યુટિકલ્સ, એગ્લોમેડ લિમિટેડ અને મૈકુર લેબોરેટરીઝ લિમિટેડ જેવી મોટી કંપનીઓ પણ પ્રતિબંધની યાદીમાં સામેલ છે. આ કંપનીઓ WHOના ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે નેપાળમાં આ કંપનીઓની દવા પર પ્રતિબંધ મુકાયો છે.

પ્રતિબંધ કેમ મુકવામાં આવ્યો ?

વિભાગના પ્રવક્તા સંતોષ કેસીએ કહ્યું કે, દવા કંપનીઓની ઉત્પાદન સુવિધાઓનું નિરીક્ષણ કર્યા બાદ, જે કંપનીઓએ અમારા દેશમાં નિકાસ કરવા માટે અરજી કરી હતી. અમે એવી કંપનીઓની યાદી જાહેર કરી છે, જે WHO ધોરણોનું પાલન કરતી નથી.