×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નેપાળનાં PM કેપી શર્મા ઓલીનો બફાટ- યોગનો જન્મ નેપાળમાં થયો હતો, "ભારત તો ત્યારે હતું જ નહી"

કાઠમંડુ, 21 જુન 2021 સોમવાર

નેપાળનાં વડાપ્રધાન કેપી શર્મા ઓલી અવારનવાર ભારત વિરૂધ્ધ ઝેર ઓકતા રહે છે, આજે વિશ્વ યોગદિને તેમણે વધુ એક બફાટ કરતા કહ્યું કે યોગનો જન્મ ભારતમાં થયો છે અને જ્યારે યોગ શરૂ થયો ત્યારે ભારતનું અસ્તિત્વ જ નહોતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે એક કાર્યક્રમને સંબોધિત કરતા ઓલીએ જણાવ્યું કે યોગની શરૂઆત નેપાળમાંથી થઇ છે, ભારતમાં નહીં. 

ઓલીએ એવો દાવો પણ કર્યો હતો કે ભારતીય નિષ્ણાતો આ સંદર્ભમાં તથ્યો છુપાવી રહ્યા છે. જો કે, ઓલી પર તેમના જ દેશમાં આક્ષેપો થતા રહે છે કે તેઓ ભારત વિરૂધ્ધ વિવાદાસ્પદ નિવેદનો કરીને તેમની સરકારની નિષ્ફળતાને છુપાવવાનો પ્રયાસ કરે છે.

આ પુર્વે ઓલીએ અયોધ્યાને નકલી ગણાવી હતી. વર્ષ 2020 માં ઓલીએ દાવો કર્યો હતો કે ભારતની અયોધ્યા નકલી છે અને નેપાળના વીરગંજ પાસે આવેલી અયોધ્યા અસલી છે. કોઈ પણ જાતના ઐતિહાસિક પુરાવા વગર ઓલીએ દાવો કર્યો હતો કે આપણે ભારતનાં અયોધ્યાના રાજકુમારને સીતા આપી નથી પરંતુ નેપાળનાં અયોધ્યાના રાજકુમારને આપી હતી. અયોધ્યા એક ગામ છે જે વીરગંજની પશ્ચિમ દિશાએ આવેલું છે. ભારતમાં બનાવાયેલી અયોધ્યા વાસ્તવિક નથી.