×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નીરજ ચોપરાને 6 કરોડ રૂપિયા અને ક્લાસ-1ની નોકરી આપશે હરિયાણા સરકાર: CM ખટ્ટર

નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2021 શનિવાર

નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને ગોલ્ડ જીત્યો છે. તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન પર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે હરિયાણા સરકારે નીરજને 6 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ, તેમને વર્ગ -1 ની નોકરી પણ આપવામાં આવશે. તથા 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે પ્લોટ પણ આપવામાં આવશે.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ખુદ આની જાહેરાત કરી છે. આ દરમિયાન મુખ્યમંત્રીએ એ પણ જાહેરાત કરી કે પંચકુલામાં રમતવીરો માટે સેન્ટર ઓફ એક્સેલન્સ બિલ્ડીંગ પણ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે જો નીરજ ઈચ્છે તો તે આ કેન્દ્રના વડા હશે.

મુખ્યમંત્રીએ પિતા સાથે વાત કરી અને અભિનંદન પાઠવ્યા

મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે મીડિયાકર્મીઓ સાથે વાત કરતા કહ્યું કે હરિયાણાના યુવાને ટોક્યોમાં કિર્તિમાન સર્જ્યો છે. આ દરમિયાન તેમના ચહેરા પર ખુશી જોવા મળી. બીજી બાજુ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ  ખટ્ટરે નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યા બાદ તેના પિતાને ફોન કર્યો હતો.

આ દરમિયાન સીએમ ખટ્ટરે તેમના પિતા શ્રી સતીશ ચોપરા જીને અભિનંદન પાઠવ્યા હતા. તે સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ધન્ય છે, તે માતાપિતાને કે જેમણે ભારતને આવો સપુત આપ્યો!