×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નીરજ ચોપરાએ પોતાની આ અમૂલ્ય વસ્તુનુ કર્યુ દાન


નવી દિલ્હી, તા. 28 ઓગસ્ટ 2022 રવિવાર

ભારતીય સ્ટાર નીરજ ચોપરાએ કેટલીય સિદ્ધિ પોતાના નામે કરી. ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ સહિત ઘણી જગ્યાએ ઈતિહાસ રચ્યો. 

હવે તેમણે પોતાની સૌથી કિંમતી વસ્તુ પોતાનાથી દૂર કરી દીધી છે. તેમણે પોતાની સૌથી ખાસ વસ્તુ દાનમાં આપી દીધી છે. 


નીરજ ચોપરાએ ગયા વર્ષે ટોક્યો ઓલ્મ્પિકમાં જે ભાલાથી ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેમણે તે ભાલાને ઓલમ્પિક મ્યુઝિયમને દાનમાં આપ્યો છે. 

નીરજ ચોપરા ગયા વર્ષે ટોક્યોમાં ટ્રેક અને ફીલ્ડ સ્પર્ધામાં ગોલ્ડ જીતનાર ભારતના પહેલા એથલીટ બન્યા હતા. ભારતીય સ્ટારએ મ્યુઝિયમને પોતાનો સૌથી અમૂલ્ય ભાલો દાનમાં આપી દીધો. 


ભારતીય સ્ટારે 87.58 મીટરના અંતરથી ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે કહ્યુ કોઈ પણ એથલીટ માટે બીજાને પ્રેરિત કરવામાં સક્ષમ હોવુ એક મોટુ સન્માન છે.

ઓલમ્પિક મ્યુઝિયમમાં અભિનવ બિંદ્રાની 2008 બીજિંગ ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર રાઈફલ પણ સામેલ છે.