×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નીતિન ગડકરીનું મોટું નિવેદન, કહ્યું- ‘સરકાર વિષકન્યા જેવી, કોઈપણ યોજનાને કરી શકે છે બરબાદ’

નાગપુર, તા.16 જુલાઈ-2023, રવિવાર

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે, સરકાર ‘વિષકન્યા’ જેવી છે, જેનો પડછાડો કોઈપણ યોજનાને બરબાદ કરી શકે છે. તેમણે કહ્યું કે, સરકારનો હસ્તક્ષેપ, ભાગીદારી... ઉપરાંત તેમનો પડછાયો પણ વિષકન્યા જેવો છે, જે કોઈપણ યોજનાને બરબાદ કરી શકે છે. કેન્દ્રની મોદી સરકારમાં નીતિન ગડકરી રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી છે અને તેઓ પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. તેમણે જે નિવેદન આપ્યું છે તેને વિરોધ પક્ષો હવે મુદ્દો બનાવી શકે છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વધુમાં કહ્યું કે, જ્યારે તેઓ વિપક્ષી નેતા હતા... ત્યારથી તેઓ આ સિદ્ધાંતમાં પૂરો વિશ્વાસ રાખે છે કે, લોકોને ભગવાન અને સરકાર પર ભરોસો છે, પરંતુ સરકારનો હસ્તક્ષેપ અને ઘટના, તેમનો પડછાયો કોઈપણ યોજનાને બરબાદ કરી શકે છે, તેથી સરકાર વિષકન્યા સમાન છે... જે સરકારથી દુર રહે છે, તે પ્રગતિ કરી શકે છે.

જે સરકારથી દુર રહે છે, તે પ્રગતિ કરી શકે છે : નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન આ વાત કરી છે. તેમણે કહ્યું કે, જે સરકારથી દૂર રહે છે તે પ્રગતિ કરી શકે છે, સરકારને જે નડતર છે તે અલગ છે... તેમણે કહ્યું કે, આજે આપણું મોટું લક્ષ્ય છે કે, અમે દેશની કૃષિ આવકને 22 ટકા સુધી વધારવા ઈચ્છીએ છીએ અને જે દિવસે અમે આ લક્ષ્ય પાર પાડીશું તે દિવસે ખેડૂતોની મજૂરી 1500 થઈ જશે, તેથી સરકારમાં સમસ્યાઓ જુદી હોય છે... આ વર્ષે સમસ્યા એમએસપી દેવામાં એટલે કે માર્કેટ મૂલ્ય અને એમએસપી વચ્ચે... આ બંનેનું સંતુલન કરવા માટે માર્કેટ મૂલ્ય ઓછું છે અને એમએસપી વધુ છે...

ગડકરીએ કહ્યું, મંત્રી હોવાના કારણે મારે પણ બોલવામાં મર્યાદા

ગડકરીએ આગળ કહ્યું કે, સરકારે બેલેન્સ કરવા માટે ડોઢ લાખ કરોડ ચૂકવવા પડે છે અને જે અનાજ લીધું છે તે રાખવા માટે ગોડાઉન પુરતા નથી... ભગવાન જાણે કેટલી ગડબડ થઈ ગઈ... મંત્રી હોવાના કારણે મારે પણ બોલવામાં કેટલીક મર્યાદા છે.