×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નિવૃત્તિની કોઈ જાહેરાત નહીં, ધોનીએ વર્લ્ડ કપમાં વિજય માટે લોન્ચ કર્યું 'લકી ચાર્મ'


- જો ઈતિહાસ રચવો હોય તો તેના પુનરાવર્તનની જરૂર હોય છેઃ ધોની

રાંચી, તા. 25 સપ્ટેમ્બર 2022, રવિવાર

ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારના રોજ એક ફેસબુક પોસ્ટ દ્વારા પોતે 25 સપ્ટેમ્બર 2022ના રોજ બપોરે 2:00 કલાકે એક મહત્વની જાહેરાત કરશે તેમ જણાવ્યું હતું. આ કારણે ક્રિકેટ અને ખાસ તો 'કેપ્ટન કૂલ'ના ચાહકોએ તેઓ શું જાહેરાત કરશે તેની અટકળો લગાવવાનું શરૂ કરી દીધું હતું. જોકે ધોનીની જાહેરાત બાદ આખરે ચાહકોના શ્વાસ હેઠા બેઠા છે. 

ધોનીએ ઓરિયો બિસ્કટિ લોન્ચ કર્યા

ટી20 વર્લ્ડ કપ 2022ની શરૂઆતમાં હવે માત્ર 3 જ સપ્તાહનો સમય બચ્યો છે. તે પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ વર્લ્ડ કપ વિનર કેપ્ટન એમએસ ધોનીએ ટીમ માટે એક લકી ચાર્મ લોન્ચ કર્યું છે. હકીકતે ધોનીએ જે વસ્તુ લોન્ચ કરી તે અગાઉ વનડે વર્લ્ડ કપ 2011 પહેલા પણ લોન્ચ થઈ હતી. આ વખતે પણ તેને વર્લ્ડ કપ પહેલા લોન્ચ કરવામાં આવી છે. ધોનીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા બિસ્કિટ લોન્ચ કર્યા છે. 


આ બિસ્કિટ 2011ના વનડે વર્લ્ડ કપ પહેલા લોન્ચ થયા હતા અને તે સમયે ધોનીની આગેવાનીમાં ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. આમ તે બિસ્કિટ લકી ચાર્મ સાબિત થયા હતા. આ વખતે ટી20 વર્લ્ડ કપ 2022 પહેલા ફરી એક વખત ઓરિયો બિસ્કિટ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે અને તેના સાથે મેચમાં વિજયની અપેક્ષા પણ સેવવામાં આવી છે. 

ધોનીએ આ અંગે એવું નિવેદન આપ્યું હતું કે, જો ઈતિહાસ રચવો હોય તો તેના પુનરાવર્તનની જરૂર હોય છે. 

એમએસ ધોની ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકેના પોતાના શાસનકાળ દરમિયાન પોતાના અસાધારણ અને અદ્વિતીય કૌશલ્ય માટે પ્રખ્યાત હતા. ખાસ કરીને તેમના હેલિકોપ્ટર શોટની તકનીક માટે. 41 વર્ષીય ધોની પોતાની આંતરરાષ્ટ્રિય કરિયરમાં 90 ટેસ્ટ મેચ રમ્યા છે અને 6 સદી તથા 33 અરધી સદી સાથે 4,876 રન બનાવ્યા છે. તેમણે 350 વનડે મેચમાં 10,773 રન બનાવ્યા છે. વનડેમાં ધોનીના નામે 10 સદી અને 73 અરધી સદી બોલે છે. ટી20 ફોર્મેટની વાત કરીએ તો તેમાં ધોની 98 મેચ રમ્યા છે અને 2 અરધી સદી સાથે 1,617 રન બનાવ્યા છે.