×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નિકોલની રેસ્ટોરન્ટમાં ગેસ સિલિન્ડર લીક થતાં આગ

 

        અમદાવાદ,શનિવાર,2 એપ્રિલ,2022

અમદાવાદ પૂર્વમાં આવેલા નિકોલના સફલ પ્લાઝા નામના બિલ્ડિંગમાં આવેલી ચાંદની પાઉભાજી નામની રેસ્ટોરન્ટમાં શનિવારે બપોરે ત્રણના સુમારે એલપીજી ગેસ સિલિન્ડર લીક થતા આગ લાગી હતી.આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી નથી.

ફાયર અધિકારી ઓમ જાડેજાની મળેલી પ્રતિક્રીયા મુજબ,પ્લાસ્ટીકના શેડ અને ફાઈબરના કારણે આગ બીજા માળ સુધી પહોંચી ગઈ હતી.પરંતુ નિકોલ ફાયર સ્ટેશનના સ્ટાફે સમયસુચકતા વાપરી ઘટના સ્થળે પહોંચી જઈ આગ હોલવી નાંખી હતી.જો કે આગના કારણે એપાર્ટમેન્ટમાં રહેતા રહીશોના ઘરોમાં નુકસાન થયુ હોવાનું જાણવા મળે છે.

        અમદાવાદના ઉત્તર ઝોનમાં આવેલા આશિર્વાદ એસ્ટેટમાં આવેલા લાકડાની ચીજો બનાવતા કારખાનામાં શનિવારે બપોરે ચારના સુમારે અગમ્ય કારણોસર આગ લાગતા ફાયર વિભાગનાં સાત વાહનો અને ૪૦ જેટલા ફાયરના જવાનો અને અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી જઈ આગને કાબૂમાં લીધી હતી.આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી  ના હોવાનું ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

ઘટના સ્થળે આગ હોલવવા ત્રણ વોટર ટેન્કર ઉપરાંત બે ગજરાજ,વોટર ટેન્કર સહિતના વાહનોની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી.ફાયર અધિકારીના કહેવા પ્રમાણે,કારખાનામાં ઘર વપરાશની ચીજો જેવી કે ઘરઘંટી સહિતની ચીજો બનાવવામાં આવી રહી હતી.હવાની અવરજવર થઈ શકે એવી વ્યવસ્થા ના હોવાથી ધુમાડાને લઈ આગને કાબૂમાં લેવામાં ફાયરના જવાનોને તકલીફ પડી હતી.આગ લાગવાનું ચોકકસ કારણ જાણવા મળ્યુ નથી.