×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નવુ ટાર્ગેટઃ ખેડૂત આગેવાન ટિકૈતે કહ્યુ કે, બેન્કોના ખાનગીકરણ સામે આંદોલનની જરુર


નવી દિલ્હી,તા.5.ડિસેમ્બર,2021

ખેડૂત આંદોલન સામે કેન્દ્ર સરકારને ઝુકવુ પડ્યુ હોવાથી જોશમાં આવી ગયેલા ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત હવે બેન્કોના ખાનગીકરણના મુદ્દાને ટાર્ગેટ કરી રહ્યા છે.

રાકેશ ટિકૈતે આ મુદ્દે મોદી સરકારને ઘેરવા માટે યોજના બનાવવા માંડી હોવાનો સંકેત આપ્યો છે.તેમણે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, અમે ખેડૂત આંદોલન શરુ થયુ ત્યારે જ કહ્યુ હતુ કે, હવે પછી બેન્કોનો નંબર આવશે.6 ડિસેમ્બરે સરકાર બેન્કોના ખાનગીકરણનુ બિલ સંસદમાં રજૂ કરવાની છે.તેની સામે દેશભરમાં આંદોલનની જરુર છે.સાથે સાથે તેમણે ખાનગીકરણ બંધ કરવામાં આવે તેવી અપીલ પણ કરી છે

જોકે સરકાર આવતીકાલે એટલે કે 6 ડિસેમ્બરે કે પછી શિયાળુ સત્રના આવનારા દિવસોમાં બેન્કોના ખાનગીકરણનુ બિલ મુકે છે કે નહીં તે જોવુ રસપ્રદ રહેશે.

એમ પણ બેન્ક કર્મચારીઓના સંગઠને ખાનગીકરણ સામે શિયાળુ સત્રમાં જ દિલ્હીમાં દેખાવો કરવાની જાહેરાત કરી છે.16 અને 17 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરે તેવી પણ શક્યતા છે.