×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નવી લહેરમાં બહુ ઓછા મોત, દિલ્હીમાં લોકડાઉન લગાવવાનો ઈરાદો નથીઃ CM કેજરીવાલ


નવી દિલ્હી, તા. 9. જાન્યુઆરી 2022 રવિવાર

રાજધાની દિલ્હીમાં લોકડાઉન લગાવવાનો રાજ્યના મુખ્યમંત્રી કેજરીવાલે ઈનકાર કરી દીધો છે.

કોરોના બાદ હોમ આઈસોલેશનમાંથી બહાર આવેલા અરવિંદ કેજરીવાલે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, હું સાત દિવસ આઈસોલેશનમાં રહ્યો હતો.મને બે દિવસ માટે તાવ આવ્યો હતો.ગભરાવાની જરુર નથી.નવી લહેરમાં મોત ઓછા થઈ રહ્યા છે.

કેજરીવાલે કહ્યુ હતુ કે, કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે તે વાત ચિંતાનો વિષય છે પણ ગભરાવા જેવુ નથી.કોરોનાની બીજી લહેરમાં સાત મેના રોજ આટલા જ કેસ સામે આવ્યા હતા અને તે વખતે 341 મોત થયા હતા.છેલ્લા 24 કલાકમાં એટલા જ કેસ સામે આવ્યા છે અને 7 જ મોત થયા છે.લોકોને હોસ્પિટલ જવાની જરુર પણ ઓછી પડી રહી છે.

તેમણે કહ્યુ હતુ કે, 7 મેના રોજ દિલ્હીમાં 20000 હોસ્પિટલ બેડ ભરાયેલા હતા અ્ને હવે જ્યારે 20000 કેસ સામે આવ્યા છે ત્યારે દોઢ હજાર બેડ જ ભરાયેલા છે.જોકે માસ્ક પહેરવાનુ બંધ કરવાનુ નથી .અ્મે લોકડાઉન લગાવવા માંગતા નથી અને લોકડાઉન લગાવવાની કોઈ ઈચ્છા પણ નથી.કેન્દ્ર સરકાર પણ અમને સહયોગ કરી રહી છે.