નવી ટીમ ભૂપેન્દ્ર કેવી હશે? કેબિનેટમાં આ નેતાઓને મળી શકે છે એન્ટ્રી, જાણો નામઅમદાવાદ, તા.10 ડિસેમ્બર-2022, શનિવાર
ગુજરાતની વિધાનસભી ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે રેકોર્ડ સર્જનાર ભાજપ સતત 7મી વખત સરકાર બનાવવા જઈ રહ્યું છે. આજે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વખત મુખ્યમંત્રી બન્યાં છે. ધારાસભ્ય દળની બેઠકમાં સર્વ સંમત્તિથી ભૂપેન્દ્ર પટેલના નામ પર સહમતિ અપાઈ હતી. તો 12મીએ ભુપેન્દ્ર પટેલ અને તેમની નવી કેબિનેટમાં સામેલ થનારા ધારાસભ્યોનો શપથવિધિ સમારોહ યોજાશે. સૂત્રો મુજબ ભુપેન્દ્ર પટેલની કેબિનેટમાં 22 જેટલા ધારાસભ્યોનો સમાવેશ થઈ શકે છે. ભાજપ સરકારની કેબિનેટમાં 10થી 11 જેટલા કેબિનેટ મંત્રીઓ અને 12થી 14 રાજ્યમંત્રીઓને સ્થાન મળી શકે છે, જેમના નામો પર મંજૂરીનો સિક્કો દિલ્હીમાં વાગશે.
કેબિનેટમાં આ નેતાઓને સ્થાન મળી શકે છે
મૂળુભાઈ બેરા
ખંભાળિયા
સી.કે.રાઉલજી
ગોધરા
પુર્ણેશ મોદી
સુરત પશ્ચિમ
અલ્પેશ ઠાકોર
ગાંધીનગર દક્ષિણ
કિરીટસિંહ રાણા
લીંબડી
હીરા સોલંકી
રાજુલા
બાલકૃષ્ણ શુક્લ
રાવપુરા વડોદરા
મુકેશ પટેલ
ઓલપાડ
હાર્દિક પટેલ
વિરમગામ
અનિરુદ્ધ દવે
માંડવી
ઋષીકેશ પટેલ
વિસનગર
જયેશ રાદડિયા
જેતપુર
જીતુ વાઘાણી
ભાવનગર પશ્ચિમ
વિનુ મોરડિયા
કતારગામ
હર્ષ સંઘવી
મજુરા
કનુભાઈ દેસાઈ
પારડી
ઉદય કાનગડ
રાજકોટ પૂર્વ
શંકર ચૌધરી
થરાદ
બળવંતસિંહ
રાજપૂત
સિદ્ધપુર
કનુભાઈ પટેલ
સાણંદ
અમિત ઠાકર
વેજલપુર
કુંવરજી
બાવળિયા
જસદણ
રાઘવજી પટેલ
જામનગર ગ્રામ્ય
કૌશિક વેકરીયા
અમરેલી
પંકજ દેસાઈ
નડિયાદ
કેબિનેટમાં અનુસૂચિત જનજાતિના આ નેતાઓને પણ સામેલ કરવાની સંભાવના
રમણભાઈ વોરા
ઇડર
ડૉ દર્શના
દેશમુખ
નાંદોડ
શંભુપ્રસાદ
ટુંડિયા
ગઢડા
પીસી બરંડા
ભિલોડા
નરેશ પટેલ
ગણદેવી
ગણપત વસાવા
માંગરોળ
નિમિષા સુથાર
મોરવા હડફ
કુબેર ડીંડોર
સંતરામપુર
રાજેન્દ્રસિંહ
રાઠવા
છોટા ઉદેપુર
મનીષા વકીલ
વડોદરા શહેર
સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે
સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે ચાર વાગ્યે દિલ્હી જવા રવાના થશે. બંને જણા હાઈકમાન્ડ સાથે બેઠક કરશે અને તેમાં ગુજરાતમાં મંત્રીમંડળની યાદીને લઈને ચર્ચાઓ કરશે. ત્યાર બાદ કેબિનેટની યાદી મંજુર થશે. દિલ્હીમાં જ ગુજરાતના મંત્રીમંડળ માટે આખરી નિર્ણય લેવાય તેવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાની નિરીક્ષકો તરીકે નિમણુંક કરવામાં આવી છે.આ ત્રણેય નિરીક્ષકો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર મારશે. ધારાસભ્ય દળની બેઠકમાં પણ આ નિર્ણય લેવાઈ શકે છે.
ભૂપેન્દ્ર પટેલ અને પાટીલે સરકાર રચવાનો દાવો કર્યો
ધારાસભ્ય દળની બેઠકમાં સર્વ સંમત્તિથી ભૂપેન્દ્ર પટેલના નામ પર સહમતિ આપવામાં આવી હતી. હવે ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલે ગાંધીનગરમાં રાજભવન પહોંચીને રાજ્યપાલ સમક્ષ નવી સરકાર રચવાનો દાવો કર્યો છે. બીજી તરફ ભાજપ દ્વારા પણ નવી સરકારની શપથવિધી માટે કવાયત તેજ કરી દીધી છે.
12મી ડિસેમ્બરે નવી કેબિનેટનો શપથવિધિ સમારોહ
12મી ડિસેમ્બરના રોજ ભુપેન્દ્ર પટેલ રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કેબિનેટમાં 27 સભ્યોનો સમાવેશ કરવાનો નિયમ છે. ભુપેન્દ્ર પટેલની નવી સરકારમાં નવાની સાથે જૂના ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે. ભાજપની નવી સરકારની શપથવિધી ગાંધીનગરમાં યોજાશે. જેમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના સ્ટાર પ્રચારકો ઉપસ્થિત રહેશે.
શપથવિધીમાં ભાજપના સ્ટાર પ્રચારકો ઉપસ્થિત રહેશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે રાજ્યપાલને રાજીનામું આપ્યા બાદ હવે નવી સરકારની શપથવિધી ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર યોજાશે. જેની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ભાજપમાં પણ કમલમ ખાતે નવી સરકારની શપથવિધીને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે. નવી સરકારમાં કોને મંત્રી પદ મળશે તેની પણ ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ત્યારે શપથવિધીમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા ભાજપના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહેશે.
ગુજરાતમાં 14મી વિધાનસભાનું વિસર્જન કરાયું
ગુજરાતમા 14મી વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી મહિના સુધી છે. આ માટે સરકારની મુદ્દત હજુ બાકી હોવાથી 14મી વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગુજરાતના વર્તમાન સીએમ ભુપેન્દ્ર પટેલે રાજ્યપાલને રાજીનામુ આપ્યા બાદ રાજ્યપાલે 14મી વિધાનસભાના વિસર્જનનો હુકમ જાહેર કર્યો હતો.
અમદાવાદ, તા.10 ડિસેમ્બર-2022, શનિવાર
ગુજરાતની વિધાનસભી ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે રેકોર્ડ સર્જનાર ભાજપ સતત 7મી વખત સરકાર બનાવવા જઈ રહ્યું છે. આજે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલ સતત બીજી વખત મુખ્યમંત્રી બન્યાં છે. ધારાસભ્ય દળની બેઠકમાં સર્વ સંમત્તિથી ભૂપેન્દ્ર પટેલના નામ પર સહમતિ અપાઈ હતી. તો 12મીએ ભુપેન્દ્ર પટેલ અને તેમની નવી કેબિનેટમાં સામેલ થનારા ધારાસભ્યોનો શપથવિધિ સમારોહ યોજાશે. સૂત્રો મુજબ ભુપેન્દ્ર પટેલની કેબિનેટમાં 22 જેટલા ધારાસભ્યોનો સમાવેશ થઈ શકે છે. ભાજપ સરકારની કેબિનેટમાં 10થી 11 જેટલા કેબિનેટ મંત્રીઓ અને 12થી 14 રાજ્યમંત્રીઓને સ્થાન મળી શકે છે, જેમના નામો પર મંજૂરીનો સિક્કો દિલ્હીમાં વાગશે.
કેબિનેટમાં આ નેતાઓને સ્થાન મળી શકે છે
મૂળુભાઈ બેરા |
ખંભાળિયા |
સી.કે.રાઉલજી |
ગોધરા |
પુર્ણેશ મોદી |
સુરત પશ્ચિમ |
અલ્પેશ ઠાકોર |
ગાંધીનગર દક્ષિણ |
કિરીટસિંહ રાણા |
લીંબડી |
હીરા સોલંકી |
રાજુલા |
બાલકૃષ્ણ શુક્લ |
રાવપુરા વડોદરા |
મુકેશ પટેલ |
ઓલપાડ |
હાર્દિક પટેલ |
વિરમગામ |
અનિરુદ્ધ દવે |
માંડવી |
ઋષીકેશ પટેલ |
વિસનગર |
જયેશ રાદડિયા |
જેતપુર |
જીતુ વાઘાણી |
ભાવનગર પશ્ચિમ |
વિનુ મોરડિયા |
કતારગામ |
હર્ષ સંઘવી |
મજુરા |
કનુભાઈ દેસાઈ |
પારડી |
ઉદય કાનગડ |
રાજકોટ પૂર્વ |
શંકર ચૌધરી |
થરાદ |
બળવંતસિંહ રાજપૂત |
સિદ્ધપુર |
કનુભાઈ પટેલ |
સાણંદ |
અમિત ઠાકર |
વેજલપુર |
કુંવરજી બાવળિયા |
જસદણ |
રાઘવજી પટેલ |
જામનગર ગ્રામ્ય |
કૌશિક વેકરીયા |
અમરેલી |
પંકજ દેસાઈ |
નડિયાદ |
કેબિનેટમાં અનુસૂચિત જનજાતિના આ નેતાઓને પણ સામેલ કરવાની સંભાવના
રમણભાઈ વોરા |
ઇડર |
ડૉ દર્શના દેશમુખ |
નાંદોડ |
શંભુપ્રસાદ ટુંડિયા |
ગઢડા |
પીસી બરંડા |
ભિલોડા |
નરેશ પટેલ |
ગણદેવી |
ગણપત વસાવા |
માંગરોળ |
નિમિષા સુથાર |
મોરવા હડફ |
કુબેર ડીંડોર |
સંતરામપુર |
રાજેન્દ્રસિંહ રાઠવા |
છોટા ઉદેપુર |
મનીષા વકીલ |
વડોદરા શહેર |