×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નવા CDS તરીકે નિવૃત લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાણની નિમણૂક


નવી દિલ્હી, તા. 28 સપ્ટેમ્બર 2022, બુધવાર

દેશને નવા CDS એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મળી ગયા છે. દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના નિધન બાદ તેમની પોસ્ટ પર કેન્દ્ર સરકારે નિવૃત્ત લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાણને નવા સીડીએસ બનાવ્યા છે. 

અનિલ ચૌહાણ દેશના ડીજીએમએઓ, સેનાની પૂર્વી કમાનના કમાન્ડર રહી ચુક્યા છે. આ દિવસોમાં તેઓ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સેક્રેટિરિયટમાં મિલિટ્રી એડવાઇઝરના પદ પર તૈનાત હતા.

 CDS વરણી માટેના નિયમોમાં જૂનમાં થયા હતા ફેરફાર :

સરકારે જૂનમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂકના નિયમ સુધારો કર્યો હતો. આ સુધારા અનુસાર સૈન્ય પ્રમુખોથી એક રેન્ક નીચેના અધિકારી પણ સીડીએસ બની શકશે. 

સંરક્ષણ મંત્રાલયે સીડીએસની નિમણૂક સંબંધિત નિયમોમાં કરેલા ફેરફારો મુજબ સીડીએસ માટે ટોચના સૈન્ય અધિકારીઓની પસંદગીનો અવકાશ વધ્યો હતો. અત્યાર સુધી ત્રણેય સૈન્ય પ્રમુખોના સ્તરે એટલે કે જનરલ રેન્કના અધિકારી જ સીડીએસના પદ પર નિમણૂક પાત્ર હતા, પરંતુ જૂનમાં સંરક્ષણ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિયમો મુજબ સીડીએસ પદ માટે યોગ્ય અધિકારીઓનો દાયરો હવે મોટો થઈ ગયો છે.

દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત



સૈન્યના વર્તમાન કાર્યરત અને નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ, હવાઈદળના એરમાર્શલ અને નૌકાદળના વાઈસ એડમિરલ સ્તરના અધિકારી નવા નિયમ હેઠળ સીડીએસ બનવા સક્ષમ બન્યા છે. લેફ્ટનન્ટ જનરલ ત્રણે સૈન્યના પ્રમુખોથી એક રેન્ચ નીચે, એર માર્શલ વાયુસેના પ્રમુખથી એક રેન્ક નીચે અને વાઈસ એડમિરલ નૌકાદળના પ્રમુખથી એક રેન્ક નીચેનું પદ છે. તેનાથી સ્પષ્ટ છે કે નવા નિયમોની દ્રષ્ટિએ સેવામાં કાર્યરત સૈન્ય પ્રમુખોને સુપરસીડ કરવા યોગ્ય ઉમેદવારને સીડીએસ બનાવી શકાય છે. જોકે, તેમાં સીડીએસની નિમણૂક માટે ૬૨ વર્ષની વયમર્યાદા નિર્ધારિત કરીને છૂટછાટોની શક્યતાઓ રખાઈ નથી. સીડીએસ પદ પર રહેવાની મહત્તમ વય મર્યાદા ૬૫ વર્ષ જ રાખવામાં આવી છે.