નવા વર્ષે વૈષ્ણોદેવી મંદિરમાં ધક્કામુક્કીથી ૧૨નાં મોત, ૧૫ને ઈજા
જમ્મુ, તા.૧
નવા વર્ષના પહેલા જ દિવસે જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વવિખ્યાત માતા વૈષ્ણોદેવી મંદિરમાં શનિવારે પરોઢીયે અચાનક જ ધક્કામુક્કી થતાં ૧૨ લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે ૧૫થી વધુને ઈજા પહોંચી હતી. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે ઘટના સ્થળેથી ઉપલબ્ધ પ્રાથમિક માહિતી મુજબ યુવાનોના બે જૂથો વચ્ચેના એક સામાન્ય ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું અને કેટલીક સેકન્ડમાં જ ભાગદોડ મચી ગઈ હતી. નવા વર્ષના પ્રસંગે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં માતા વૈષ્ણોદેવીના આશીર્વાદ લેવા અને ત્યાર પછી નવા વર્ષનું કામકાજ શરૂ કરવા વૈષ્ણોદેવી મંદિરે આવે છે.
જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે ત્રિકુટા હિલ્સ ખાતે મોડી રાત્રે લગભગ પોણા ત્રણ વાગ્યે માતા વૈષ્ણોદેવી ભવન પર ત્રીજા નંબરના ગેટ પર દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જમા હતી. આ સમયે બે જૂથ વચ્ચેની બોલાચાલીએ અચાનક જ ધક્કામુક્કીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ધક્કામુક્કી મચી જતાં પોતાનો જીવ બચાવવા માટે લોકો અન્ય લોકોને કચડીને આગળ વધવા લાગ્યા. નવા વર્ષના પહેલા જ દિવસે આ અકસ્માતે અનેક લોકોના જીવનની ખુશીઓને ગ્રહણ લગાવી દીધું. નવા વર્ષે અંદાજે ૭૦થી ૮૦ હજાર શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા પહોંચ્યા હોવાનું કહેવાય છે.
નવા વર્ષની વહેલી સવારે જ આ ઘટનાથી આખા દેશમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી. વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને કેન્દ્રીય મંત્રીઓ જિતેન્દ્ર સિંહ તથા નિત્યાનંદ રાયને સ્થિતિની સમીક્ષા લેવા નિર્દેશ આપ્યા હતા. મનોજ સિંહાએ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની માગણી કરી હતી.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, માતા વૈષ્ણોદેવી ભવન ખાતે ધક્કામુક્કીના કારણે જીવ ગુમાવનારા લોકો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ભગવાનને પ્રાર્થના. વડાપ્રધાન કચેરીએ ભાગદોડમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને રૂ. બે લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ના વળતરની જાહેરાત કરી હતી.
જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ અધિકારીઓ જણાવ્યું હતું કે, આ ધક્કામુક્કીમાં માર્યા ગયેલા ૧૨ લોકોના મૃતદેહ ઓળખ માટે કટરા બેઝ કેમ્પમાં હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઈજાગ્રસ્તોને માતા વૈષ્ણોદેવી ખાતે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી, જ્યાં કેટલાકની સ્થિતિ ગંભીર છે જ્યારે સામાન્ય ઈજા થઈ હતી તેવા કેટલાકને સારવાર આપી રજા અપાઈ હતી.
જમ્મુ-કાશ્મીરના લેફ. ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે, તેમણે વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહને ઘટના અંગે માહિતી આપી હતી તેમજ ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ અપાયો છે. દુર્ઘટનામાં માર્યા ગયેલાના પરિવારજનોને રૂ. ૧૦ લાખ સુધીની જ્યારે ઈજાગ્રસ્તોને બે લાખ રૂપિયા સુધીની સહાય કરાશે અને આ ખર્ચ મંદિર બોર્ડ ઉઠાવશે.
દરમિયાન ધક્કામુક્કીની ઘટના નજરે જોનારા એક સાક્ષીઓએ ધક્કામુક્કીની આ ઘટના માટે મંદિરના વહીવટી તંત્રને જવાબદાર ગણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે મંદિરના વહીવટી તંત્રના 'મીસમેનેજમેન્ટ'ના કારણે આ ધક્કામુક્કી થઈ હતી. જોકે, મંદિર બોર્ડે આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. બોર્ડે કહ્યું કે નવા વર્ષને ધ્યાનમાં રાખીને બધી જ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના એક શ્રદ્ધાળુએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું કે, બોર્ડ શ્રદ્ધાળુઓની ભીડનું સારી રીતે સંચાલન કરી શક્યું હોત તો ધક્કામુક્કી ટાળી શકાઈ હોત. નવા વર્ષને પગલે લોકોની ખૂબ જ ભીડ હતી. વધુમાં માતાના દર્શન કરીને પાછા ફરતા અનેક લોકો રસ્તામાં આરામ કરી રહ્યા હતા. જ્યારે દર્શન કરવા જતા લોકો ખૂબ જ ઉતાવળા થઈ ગયા હતા. પરિણામે મંદિર ભવનમાં ભીડ વધી ગઈ હતી. ધક્કામુક્કીની ઘટના પછી થોડાક કલાકો માટે મંદિર ભવનને બંધ કરી દેવાયું હતું. જોકે, કલાકો પછી કોરોના સંબંધિત માર્ગદર્શિક સાથે માતા વૈષ્ણો દેવીની યાત્રા ફરી શરૂ થઈ ગઈ હતી.
નવા વર્ષે દુર્ઘટના અંગે અનેક અટકળો ફેલાઈ
નવા વર્ષે વિશ્વ વિખ્યાત માતા વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ માટે અલગ અલગ કારણો જવાબદાર હોવાનું અલગ અલગ સૂત્રો જણાવી રહ્યા છે.
- જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે, મંદિર ભવનના ગેટ -૩ ઉપર કેટલાક યુવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં કોઈને ધક્કો મારવામાં આવ્યો અને ત્યાર પછી થોડાક જ સમયમાં આ સામાન્ય બોલાચાલી ધક્કા-મુક્કીમાં ફેરવાઈ ગઈ હતી અને શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી.
- કેટલાક શ્રદ્ધાળુઓનું કહેવું છે કે નવા વર્ષે મંદિરમાં ખૂબ જ ભીડ હતી.દર્શન કરવા જનારા અને દર્શન કરીને આવનારા લોકોમાં ધક્કા-મુક્કી થઈ રહી હતી. ભીડને નિયંત્રીત કરવા માટે પોલીસ કર્મચારીઓ અને શ્રાઈન બોર્ડના કર્મચારીઓની સંખ્યા ઓછી હતી. મંદિરના મીસમેનેજમેન્ટના કારણે આ દુર્ઘટના ઘટી હતી.
- અન્ય એક શ્રદ્ધાળુએ કહ્યું કે, મંદિરના ગેટ-૩ ઉપર દર્શન કરીને આવનારા અને દર્શન કરવા જનારા લોકોની ભીડ ખૂબ જ વધી ગઈ હતી. એવામાં સીઆરપીએફના જવાનોએ બેજવાબદારીપૂર્ણ વર્તન કરતાં શ્રદ્ધાળુઓને ડંડાથી ડરાવવા-ધમકાવવાનું શરૃ કર્યું અને કહ્યું કોઈ વીઆઈપી આવવાના છે. રસ્તો જલ્દી ખાલી કરો. એવામાં જવાનોના ડંડાના ડરથી લોકો આગળ-પાછળ થવા લાગતા નાસભાગ થવા લાગી હતી.