×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નવા વર્ષમાં આવું થયું તો આપણે નસીબદરા હોઈશું : રઘુરામ રાજન

IMAGE: Facebook











આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે યુદ્ધ અને અન્ય વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે નવું વર્ષ બાકીના વિશ્વની સાથે ભારતીય અર્થતંત્ર માટે વધુ મુશ્કેલ હશે. ઉચ્ચ ફુગાવો, ઊંચા વ્યાજદરો અને ધીમી નિકાસ વચ્ચે આવતા વર્ષે ભારતીય જીડીપી 5 ટકાના દરે વધે તો પણ આપણે ભાગ્યશાળી રહીશું.

રાજને જણાવ્યું હતું કે, વૈશ્વિક કોમોડિટીના ઊંચા ભાવ ભારતમાં ફુગાવો વધારી રહ્યા છે. તેનાથી આર્થિક વિકાસ દર પર નકારાત્મક અસર પડશે. આનો સામનો કરવા માટે, તકનીકી સપોર્ટ અને ક્રેડિટની જરૂર છે. નીતિઓ વિશે પણ નિશ્ચિતતા હોવી જોઈએ.

દેશમાં ચાર-પાંચ મૂડીવાદીઓ સતત અમીર બની રહ્યા છે. બે ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. એક ખેડૂતો અને ગરીબોનો, જ્યારે બીજો આ મૂડીવાદીઓનો. તેનાથી આવકની અસમાનતા વધી રહી છે... આના પર રાજને કહ્યું, કોરોનામાં ઉચ્ચ-મધ્યમ વર્ગની આવક વધી કારણ કે તેઓ ઘરેથી કામ કરી શકયા. પરંતુ ગરીબોને કારખાનાઓમાં જવાનું હોવાથી તે બંધ થઈ ગયા. તેનાથી ગરીબોની માસિક આવક બંધ થઈ ગઈ. તેનાથી અસમાનતામાં વધુ વધારો થયો છે. અમે મૂડીવાદની વિરુદ્ધ ન હોઈ શકીએ, આપણે એકાધિકારની વિરુદ્ધ રહેવું જોઈએ કારણ કે તે દેશ માટે સારું નથી.

અર્થશાસ્ત્રીએ કહ્યું, દેશમાં નાની કંપનીઓ વિશાળ ન બનવાનું કારણ એ છે કે તેઓ નાના હોવાના કેટલાક ફાયદાઓની આદત પામે છે. જેમ જેમ તેઓનો વિસ્તાર થાય છે તેમ અમે તે લાભો પાછા લઈએ છીએ. તેના બદલે આપણે એવું કેમ ન કહીએ કે જો તમે (કંપનીઓ) વિસ્તારશો થશો તો 5 વર્ષ સુધી લાભ મળશે. સરકારે કંપનીઓને મોટી બનાવવા માટે મદદ કરવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.