×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નવા વર્ષની શરૂઆત વિશ્વમાં સૌપ્રથમ આ શહેરથી થઈ, આકાશ ઝળહળી ઉઠ્યું, લોકોએ સ્વાગત કર્યુ


આજે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં વિશ્વના નવા વર્ષની પ્રથમ ઉજવણી જોવા મળી હતી. નવા વર્ષની ઉજવણી કરનાર તે વિશ્વનું પ્રથમ મોટું શહેર છે. ઓકલેન્ડના સૌથી પ્રખ્યાત સ્કાય ટાવરને સ્પાર્કલિંગ લાઇટ્સથી સુશોભિત કરવામાં આવ્યું હતું. ઓકલેન્ડ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ  ઉજવણી દરમિયાન સ્કાયટાવર પરથી ફટાકડા પણ ફૂટતા દેખાયા હતા.

ન્યુઝીલેન્ડનું ઓકલેન્ડ એ વિશ્વના સૌથી પૂર્વ ભાગમાં સ્થિત એક મુખ્ય શહેર છે. એટલા માટે નવા દિવસની શરૂઆત વિશ્વના પૂર્વીય ભાગથી થાય છે. તેથી જ અહીં દિવસ વહેલો શરૂ થાય છે. વિશ્વના સૌથી પૂર્વ ભાગમાં હોવાને કારણે, નવા વર્ષની ઉજવણી પ્રથમ ઓકલેન્ડમાં કરવામાં આવી છે.  જેનો અર્થ છે કે તે ભારતથી લગભગ 7.30 કલાક વહેલા નવા વર્ષની ઉજવણી કરી હતી. 

 

સ્કાય ટાવરની વિશેષતા 
ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડમાં આવેલ સ્કાય ટાવર શહેરની સૌથી પ્રતિષ્ઠિત ઇમારતોમાંની એક છે. આ ટાવર 25 વર્ષ જૂનો છે. તેની ઊંચાઈ 328 મીટર ઊંચી છે. નવા વર્ષ 2023ની ઉજવણી દરમિયાન શાનદાર આતશબાજી કરવામાં આવી હતી, રાત્રે આતશબાજીના કારણે આખું આકાશ ઝળહળી ઉઠ્યું હતું, જેને દૂરથી નિહાળી શકાય તેવું હતુ. નવા વર્ષની ઉજવણી નિહાળવા સ્કાયટાવરની આસપાસ હજારો લોકો હાજર રહ્યા હતા. નવા વર્ષ 2023 માટે, ટાવરને વાદળી અને જાંબલી લાઇટથી શણગારવામાં આવ્યો હતો.