×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નવા વર્ષની શરૂઆતમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા


નવા વર્ષની શરૂઆતના પહેલા જ દિવસે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.  નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની તીવ્રતા માપી હતી.  તેમના જણાવ્યું અનુસાર ભૂકંપની તીવ્રતા 3.8 હતી. આ આંચકાઓને કારણે કોઈ જાનહાનિ કે નુકશાન થયુ નથી.

આ પહેલા પણ હિમાચલના મંડી જિલ્લામાં ગઈ કાલે સવારે 6.00 કલાકે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 નોંધવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનર મંડી અરિંદમ ચૌધરીએ કહ્યું કે કોઈ નુકસાનની કોઈ માહિતી નથી. સાથે જાનહાનીની પણ કોઇ માહિતી મળી નથી.

ભૂકંપ શા માટે થાય છે?
વિશ્વના વિવિધ વિસ્તારોમાં દર વર્ષે નાના-મોટા ધરતીકંપો થતા રહે છે. નિષ્ણાતો માને છે કે વિશ્વભરમાં દર વર્ષે 20 હજારથી વધુ વખત ભૂકંપ આવે છે. આમાંના કેટલાક એટલા નાના છે કે તે સિસ્મોગ્રાફ પર પણ નોંધી શકાતા નથી. કેટલાક ધરતીકંપ એટલા શક્તિશાળી હોય છે કે તે ભયંકર વિનાશનું કારણ બને છે. ધરતીની અંદરની ઉથલપાથલને ભૂકંપનું કારણ માનવામાં આવે છે. એક હકીકત એ પણ છે કે આ ધરતીકંપ લાખોની સંખ્યામાં આવે છે, પરંતુ મોટાભાગના આંચકા હળવા હોય છે અને તે ઓળખાતા નથી.