×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નવા ભારતમાં વિરાસત અને વિકાસ બંને શક્ય : મોદી


મંદિરોના જિર્ણોધ્ધારની સાથે ઇસરોના મિશન પણ ચાલુ રહેશે 

કાશી અવિનાશી છે, અનેક હુમલા થયા છતાં અહીં માત્ર ડમરૂવાળા બાબાની જ સરકાર, ઔરંગઝેબ જેવાએ હુમલા કર્યા તો શિવાજી જેવા લડવા માટે તૈયાર રહ્યા 

બનારસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ તેમણે વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ ઇતિહાસને વાગોળતા કહ્યું હતું કે બનારસ પર માત્ર ડમરૂવાળા બાબાનું જ ચાલે છે.

કાશી તો અવિનાશી છે અને તેને કોઇ નુકસાન નથી પહોંચાડી શક્યું. બનારસ પર અનેક વખત હુમલા થયા છે. ઔરંગજેબે તલવારના જોરે સંસ્કૃતિને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતની માટી જ અલગ છે,

અહીં કોઇ ઔરંગજેબ આવે છે ત્યારે શિવાજી સામનો કરે છે અને સાલાર મસૂદ આવે છે ત્યારે મહારાજા સુહેલદેવ પણ જવાબ આપે છે. દરમિયાન મોદીએ કહ્યું હતું કે નવા ભારતમાં વિરાસત પણ અને વિકાસ પણ બન્ને થશે. મંદિરોના જિર્ણોધૃધારની સાથે વિજ્ઞાાનની દિશામાં પણ આગળ વધીશું.

કાશી અનંત છે, તેનું યોગદાન પણ અનંત છે

મોદીએ કહ્યું હતું કે કાશી અનંત છે તેવી જ રીતે તેનું યોગદાન પણ અનંત છે. ઔરંગજેબે અહીં મંદિર તોડયા તો માતા અહિલ્યાબાઇએ મંદિરનંુ નિર્માણ કરાવ્યું, તેમની જન્મભૂમિ મહારાષ્ટ્ર હતી અને ઇંદોર કર્મભૂમિ હતી. પૂજ્ય નાનકદેવ કાશી આવ્યા હતા.

મહારાજા રણજીતસિંહે ઘણુ સોનું દાન કર્યું છે. કબીરદાસથી લઇને રવિદાસની ધરતી કાશી બન્યું, છત્તપતિ શિવાજી મહારાજે અહીં પ્રેરણા લીધી હતી. અહીં જગદગુરૂ શંકરાચાર્યને ડોમરાજાની પવિત્રતાથી પ્રેરણા મળી હતી. અહીં જ તુલસીદાસે રામચરિત માનસની રચના કરી હતી. આ જ ભારતની એક્તાનું સુત્ર. 

કાશી ધામને નવંુ સ્વરૂપ, કરોડો ગરીબોને ઘર પણ મળ્યું 

આજનું ભારત માત્ર સોમનાથ મંદિરનું જ સૌદર્યીકરણ નથી કરતું સાથે ઓપ્ટિકલ ફાઇબર પણ નાખી રહ્યું છે. એક તરફ કેદારનાથ મંદિરનો પુનરૂદ્ધાર થઇ રહ્યો છે તો બીજી તરફ ઇશરોનું મિશન પણ લોંચ થઇ રહ્યું છે.

આજનું ભારત ન માત્ર બાબા વિશ્વાસનાથને નવુ સ્વરૂપ આપી રહ્યું છે સાથે સાથે તે કરોડો ગરીબો માટે ઘર પણ બનાવવામાં આવી રહ્યા છે. આજે ભગવાન રામ સાથે જોડાયેલા સૃથળોને જોડવામાં આવી રહ્યા છે. કરતારપુર કોરિડોર તૈયાર કરાયો તો હેમકુંડ સાહિબના દર્શન માટે રોપવે પણ બનાવવાની તૈયારી ચાલી રહી છે. 

બાબાના આશિર્વાદથી કોરિડોર બન્યો

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા પુરાણોમાં કહેવામાં આવ્યું કે કાશીમાં જેવુ કોઇ આવે કે તરત જ બધા જ બંધનોથી તે મુક્ત થઇ જાય છે.  એવુ કહેવાય છે કે જ્યારે કંઇક અલૌકિક થાય છે ત્યારે બધી શક્તિઓ કાશીમાં બાબાના દ્વાર પર આવી જાય છે.

એવુ લાગે છે કે જાણે આપણુ પુરૂ બ્રહ્માંડ આની સાથે જોડાયેલુ છે. બાબાની લીલા બાબા જ જાણે, અહીં આસપાસ જે પણ પ્રાચીન મંદિરો લુપ્ત થઇ રહ્યા હતા તેને પણ પુનસૃથાપિત કરવામાં આવ્યા છે. બાબા પોતાના ભક્તોની વર્ષોની સેવાથી પ્રસન્ન થયા છે. તેથી આજના દિવસ માટે તેમણે આપણને આ આશિર્વાદ આપ્યા છે.

ગંગા ઘાટથી મંદિર ચોક સાથે જોડાશે

આ કોરિડોરના નિર્માણ માટે લાલ પત્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો માત્ર મંદિર પરિસર જ નહીં મંદિરની આસપાસ પણ તમને ઘણું નવું જોવા મળશે, કારણ કે 20-25 ફૂટ પહોળો કોરિડોર ગંગા પરના મણિકર્ણીકા ઘાટ, લલિતા ઘાટ અને જલાસેન ઘાટને મંદિર ચોક સાથે જોડશે. જેથી લોકોને હવે નાની-નાની ગલીમાં પસાર નહીં થવું પડે.

મજૂરો સાથે મોદીએ ભોજન લીધુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ  કોરિડોરને બનાવવામાં જે પણ મજૂરોએ મદદ કરી તેમની સાથે બેસીને પીએમ મોદીએ ભોજન લીધુ હતું. એટલુ જ નહીં મોદીએ તેમના પર પુષ્પવર્ષા પણ કરી હતી. અહીં પૂજા કર્યા બાદ નરેન્દ્ર મોદી આ મજૂરોને મળ્યા હતા. મંદિરના ટેરેસની ગેલેરીમાં આ મજૂરો બેઠા હતા ત્યાં જઇને મોદીએ તેમના પર પુષ્પવર્ષા કરી હતી. બાદમાં આ મજૂરોની સાથે બેસીને પીએમ મોદીએ ભોજન પણ લીધુ હતું. 

3000 હસ્તીઓ વીડિયો કોન્ફરન્સથી જોડાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે કોરિડોરને સમર્પિત કર્યો હતો. આ સમગ્ર કાર્ય 20 મિનિટનો હતો. જેમાં શ્રી રવિશંકર મહારાજ, મોરારી બાપૂ, જગદગુરૂ શંકરાચાર્ય સહિત 3000થી વધુ હસ્તીને વીડિયોના માધ્યમથી જોડવામાં આવ્યા હતા.

એટલું જ નહી દેશમાં 51000 સ્થળોએ તેનં  જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી રવિશંકર મહારાજે રવિવારે કાશી વિશ્વનાથ કોરીડોરની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, લોકો યુગોથી અહીં આવતા રહેશે 

કોરિડોરનો પ્રથમ તબક્કો 339 કરોડના ખર્ચે પૂર્ણ  

કાશી વિશ્વનાથ કોરિડોરનો પ્રથમ તબક્કો 339 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. તેમાં 23 ઈમારતો અને 27 મંદિરો છે. વારાણસીના કલેકટર કૌશલ રાજ શર્માએ જણાવ્યું હતું કે, દિવ્ય કાશી, ભવ્ય કાશી ઉજવણીમાં 3000થી વધુ હસ્તીઓ ભાગ લેશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન દેશના ધણા ટોચના સંતોની હાજરીમાં તે સમર્પિત કરાયું હતું.

કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્દધાટન સમારોહ 20 મિનિટનો હતો

બપોરે 1.37 થી 1.57ની વચ્ચે 20 મિનિટમાં તેઓ મંદિરના ચોકના ભાગમાં પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ વિશ્વનાથ ધામ લોકોને સરમર્પિત. રામ જન્મભૂમિના ભૂમિ પૂજન અને વિશ્વનાથ કેમ્પસમાં માતા અન્નપૂર્ણ પુન: સ્થાપનાનો પ્રસંગ કાઢનારા કાશીના શ્રી વલ્લભરામ શાલીગ્રામ સંગવેદવિદ્યાલયના વિદ્વાનો સિવાય બીજા કોઈએ તારીખ અને સમય ઘડતરનું કામ કર્યુ નથી 

51000 સ્થળોએ લાઈવ ટેલિકાસ્ટ યોજાશે 

કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદઘાટન સમારોહને ભવ્ય બનાવવાની પણ તૈયારીઓ કરવામાં આવી હતી. ભાજપના તમામ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. જેનું 51000થી વધુ સ્થળોએ જીવતં પ્રસારણ કરવામાં આવ્યું હતું.