×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નરોડા ગામ કોમી રમખાણ કેસમાં આજે વિશેષ અદાલત ચુકાદો સંભળાવશે, 11 લોકોના મોત થયા હતા

Image : pixabay

ગુજરાતના અમદાવાદમાં નરોડા ગામના 2002ના રમખાણ કેસમાં આજે વિશેષ અદાલત ચુકાદો સંભળાવશે. નરોડામાં વર્ષ 2002માં થયેલા કોમી રમખાણમાં લઘુમતિ સમુદાયના 11 લોકોના મોત થયા હતા. રાજ્યના ભૂતપુર્વ પ્રધાન અને ભાજપના નેતા માયા કોડનાની, બંજરંગ દળના નેતા બાબુ બજરંગી અને પુર્વ રાજ્ય VHPના પ્રમુખ જગદીપ પટેલ ટ્રાયલનો સામનો કરી રેહલા 86 આરોપીઓમાં સામેલ છે. આ 86 આરોપીઓમાંથી 18 લોકોના મોત થઈ ગયા છે. આજે કોર્ટે તમામ આરોપીઓને હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

ગુજરાતના નરોડા ગામમાં 28મી ફેબ્રુઆરી 2002ના રોજ રમખાણ થયા હતા અને આ હિંસામાં 11 જેટલા લોકોના મોત થયા હતા. આ કેસમાં કોર્ટે ગત અઠવાડિયે જ સુનાવણી પૂર્ણ કર્યા બાદ નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો. વર્ષ 2010માં શરુ થયેલી ટ્રાયલ દરમિયાન, પ્રોસિક્યુશન અને ડિફેન્સે અનુક્રમે 187 અને 57 સાક્ષીઓની તપાસ કરી હતી અને અંદાજે 13 વર્ષ સુધી ચાલી રહેલા આ કેસની સતત છ જજો દ્વારા સુનાવણી કરવામાં આવી હતી. 

પ્રધાનમંત્રી મોદી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા તે દરમિયાન રાજ્ય સરકારના મંત્રી કોડનાનીને આ કેસમાં કોર્ટે દોષિત ઠેરવીને 28 વર્ષની જેલની સજા ફટકારી હતી. જો કે  બાદમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોડનાનીને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. આ રમખાણ વર્ષ 2022માં થયેલા નવ મોટા કોમી રમખાણોમાંથી એક હતો અને આ કોસની તપાસ SIT દ્વારા કરવામાં આવી હતી.