×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નદીઓમાં લાશો તરી રહી છે અને વડાપ્રધાનને સેન્ટ્રલ વિસ્ટા સિવાય કશું દેખાતું નથી : રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. 11 મે 2021, મંગળવાર

દેશમાં કોરોના વાયરસનું તાંડવ ચાલી રહ્યું છે. તો કોંગ્રેસ પાર્ટી સતત સરકાર પર આક્ષેપ કરી રહી છે. રાહુલ ગાંધી પણ અવાર નવાર સરકારની નીતિઓ અને કોરોના વાયરસની સ્થિતિને લઇને નરેન્દ્ર મોદી ને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરે છે. ત્યારે આજે તેમણે ટ્વિટ કરીને વધુ એક વખત વડાપ્રદાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. 

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે નદીઓમાં વહેતા અગણિત મૃતદેહો, હોસ્પિટલોમાં લાંબી લાંબી લાઇનો, જીવનની સુરક્ષાનો હક છીનવી લીધો. PM એ ગુલાબી ચશ્મા ઉતારો જેમાં સેન્ટ્ર વિસ્ટા સિવાય કશું નથી દેખાતું. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક વિસ્તારોમાંથી સમાચાર આવી રહ્યા છે કે ગંગા નદીમાં અનેક લાશો તરી રહી છે. આ તમામ લોકોના મોત કોરોનાના કારણે થયા છે. ત્યારબાદ પરિજનોએ તેમને ગંગા નદીમાં પ્રવાહિત કરી દીધા છે. ગામડાઓમાં મૃત્યુઆંક વધ્યો છે, સ્માશાનમાં જગ્યા નથી અને જગ્યા મળે તો લાકડા નથી, માટે લોકો લાશોને ગનદીઓમાં પ્રવાહિત કરી રહ્યા છે. જેને લઇને રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર કટાક્ષ કર્યો છે. 

આ પહેલા કોંગ્રેસ નેચા રાહુલ ગાંધીએ સરકારની રસીકરણ નીતિ ઉપર પણ કટાક્ષ કર્ય હતો. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે દેશની અડધા કરતા વધારે વસતી પાસે ઇન્ટરનેટની સુવિધા નથી, આવા લોકોને રસીકરણ માટે ઓફલાઇન બૂકિંગની સુવિધા મળવી જોઇએ.