×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ધોરણ 12ના પરિણામથી અંસતુષ્ટ વિદ્યાર્થીઓ ફરીથી આપી શકશે પરીક્ષા: ગુજરાત શિક્ષણ બોર્ડ

ગાંધીનગર, 20 જુન 2021 રવિવાર

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ-12ના તમામ પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ વિદ્યાર્થીઓ સરકારના આપેલા પરિણામથી અસંતુષ્ટ હોય તો તેઓ તેમનું પરિણામ ગાંધીનગર જમા કરાવીને ફરી પરીક્ષા આપી શકશે. તેમના માટે અલગ પરીક્ષા યોજાશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જણાવ્યું છે કે, ધોરણ 12ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે.

આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અસંતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.

તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું છે. જેમાં ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો.

ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી (પ્રથમ ભાષા) અને અંગ્રેજી બીજી ભાષાના ગુણ માટે ધો.10માં વિદ્યાર્થીએ અંગ્રેજી (પ્રથમ ભાષા) અને અંગ્રેજી (બીજી ભાષા)ના ગુણને ગણતરીમાં લેવાશે. ઉપરાંત કોઇ એક દ્વિતીય ભાષા અથવા કમ્પ્યૂટર વિષયના ગુણ માટે ધો.10મા વિદ્યાર્થીએ પસંદ કરેલ દ્વિતિય ભાષા અથવા તૃતિય ભાષામાં મેળવેલા ગુણને ગણતરીમાં લેવાશે.

ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાના ગુણમાં વિદ્યાર્થીએ ધો.11-12ના વર્ષ દરમિયાન કરેલી પ્રવૃત્તિ ધ્યાને લેવાશે. બોર્ડના પરિપત્ર પ્રમાણે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની પ્રાયોગિક પરીક્ષાના ગુણ માટે વિદ્યાર્થીએ ધો.11 અને 12માં વર્ષ દરમિયાન કરેલી પ્રાયોગિક પ્રવૃત્તિને આધારે ગુણ અપાશે.

ગ્રેડિંગ પદ્ધતિ આ પ્રમાણે છે

91થી 100ને A1 ગ્રેડ, 81થી 90ને A2, 71થી 80ને B1, 61થી 70 વચ્ચે B2, 51થી 60 C1, 41થી 50 C2, 33થી 40 D ગ્રેડનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે.