×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ધોની, રોહિત કે કોહલી કોઈ ન કરી શક્યું તે પંડ્યાએ કરી બતાવ્યું

Image : BCCI Twitter

અમદાવાદ, 02 ફેબ્રુઆરી 2023, ગુરુવાર

ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં રમાયેલા T20 મેચમાં મોટા અતંરથી જીત મેળવી હતી. આ પહેલા ટીમ ઇન્ડિયાએ આટલા મોટા અતંરથી જીત મેળવી ન હતી. અગાઉ ટીમ ઈન્ડિયાએ T20માં 2018માં આર્યલેન્ડ સામે 143 રનથી જીત મેળવી હતી.   

કેપ્ટન હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ સીરીઝ બન્યો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગઈકાલે T20 સીરીઝની નિર્ણાયક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યુ હતું. ભારતીય ટીમે પહેલા બેટિંગમાં સારુ પ્રદર્શન કર્યા બાદ ઘાતક બોલીંગના સહારે ન્યુઝીલેન્ડ સામે રેકોર્ડ જીત મેળવી હતી. ભારતના આ શાનદાર પ્રદર્શનને કારણે મેચની સાથે સીરીઝ પણ જીતી હતી. આ સાથે જ ભારતે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં આંતરરાષ્ટ્રીય T20માં 168 રનના માર્જીનથી જીત મેળવી હતી. ભારતે આ પહેલા આટલા મોટા અતંરથી જીત મેળવી ન હતી. આ જીતની સાથે હાર્દિક પંડ્યાએ એ કરી બતાવ્યું હતું જે પહેલા ધોની, રોહિત કે કોહલી તેની કેપ્ટનશીપમાં ન કરી શક્યા. ગઈકાલે શુભમન ગીલે શાનદાર સદી ફટકારતા તેને મેન ઓફ ધ મેચ અને સીરીઝમાં ધારદાર પ્રદર્શનથી કેપ્ટન હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યા હતા.

ભારતની T20માં 5 સૌથી મોટી જીત

જીતનું અંતર
વિરુદ્ધ 
સ્થળ 
તારીખ
168 રન
ન્યુઝીલેન્ડ
અમદાવાદ
1 ફેબ્રુઆરી, 2023
143 રન 
આયર્લેન્ડ
ડબલિન
29 જાન્યુઆરી,  2018
101 રન 
અફઘાનિસ્તાન
દુબઈ
8 સપ્ટેમ્બર, 2022
93 રન
શ્રીલંકા
કટક
20 ડિસેમ્બર, 2017
91 રન
શ્રીલંકા
રાજકોટ
7 જાન્યુઆરી, 2023