×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ધવન, શ્રેયસ ઐયર અને ગાયકવાડ સહિતના ભારતીય ક્રિકેટરોને કોરોના


- ભારત-વિન્ડિઝની વન ડે શ્રેણીના કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે

- કુલ આઠ ખેલાડીઓને કોરોના થયો હોવાનો મીડિયા રિપોર્ટમાં ઘટસ્ફોટ

અમદાવાદ : અમદાવાદમાં વિન્ડિઝ સામેની વન ડે શ્રેણી રમવા પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર્સ કોરોનાથી સંક્રમિત થયા હોવાના રિપોર્ટને પગલે ખળભળાટ મચી ગયો છે. ભારતીય ટીમનો ઓપનર ધવન ેતેમજ યુવા બેટ્સમેન શ્રેયસ ઐયર અને ઋતુરાજ ગાયકવાડના કોરોનાના ટેસ્ટ પોઝિટીવ આવ્યા હોવાનું મનાય છે.

ભારતીય ટીમમાં સામેલ કુલ આઠ ખેલાડીઓને કોરોના થયો હોવાનું પણ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. જોકે અન્ય ખેલાડીઓ કે ઓફિશિઅલ્સના નામ જાહેર થયા નથી. નોંધપાત્ર છે કે ધવન અને સ્પિનર ચહલ એક જ ફ્લાઈટમાં આજુ-બાજુમાં  બેસીને અમદાવાદ આવ્યા હતા.

કોરોનાના પગલે હવે ૬ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ભારત અને વિન્ડિઝની વન ડે શ્રેણીનું ભવિષ્ય પણ ધુંધળું બન્યું છે.