×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ધર્માંતરણ મુદ્દો કોઈ એક રાજ્યનો નથી, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતા જુઓ શું કહ્યું

નવી દિલ્હી, તા.09 જાન્યુઆરી-2023, સોમવાર

સુપ્રીમ કોર્ટે બળજબરી અને છેતરપિંડીથી કરવામાં આવેલા ધર્માતરણ પર ચિંતા વ્યક્ત કરી છે. ધર્માતરણ મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કોઈ એક રાજ્યનો મુદ્દો નથી, દેશભરમાં થઈ રહેલા ધર્માતરણના કેસો અંગે અમે ચિંતા વ્યક્ત કરી રહ્યા છીએ.

ધર્માતરણના મુદ્દાને રાજકારણથી દુર રાખવાની કોર્ટની સલાહ

સુપ્રીમ કોર્ટે ધર્માતરણના મુદ્દાને રાજકારણથી દુર રાખવાની પણ સલાહ આપી છે. કોર્ટે કહ્યું કે, ધર્માતરણના મુદ્દાને કોઈ એક રાજ્યથી જોડી રાજકીય રંગ આપવાની જરૂર નથી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે મુખ્ય કાયદા અધિકારી વેંકટરમણીને પણ ધર્માતરણ મામલામાં હસ્તક્ષેપ કરવા અને સહયોગ આપવા કહ્યું છે.

ધર્માતરણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ

વાસ્તવમાં ધર્માતરણ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી, જેના પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોતે જ હસ્તક્ષેપ કર્યો છે. અરજી કરનારના વકીલે કહ્યું કે, દેશમાં બળજબરી અથવા લાલચ આપી ધર્માંતરણ કરાવવા અંગે કોઈ કાયદો નથી, તેથી તેમણે કોર્ટમાં અરજી કરી છે. કોર્ટે આ મામલે પણ કાયદો બનાવવો જોઈએ. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેને આપોઆપ સંજ્ઞાનમાં પરિવર્તિત કરી દીધો છે.

ધર્માંતરણ મુદ્દે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

સુપ્રીમ કોર્ટે આગામી મહિનાની 7 તારીખે આ કેસની આગામી સુનાવણી માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ સંપૂર્ણ મામલામાં ટિપ્પણી કરતા કેન્દ્ર સરકારને પણ ઝાટકી છે. સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, આ મામલે કેન્દ્ર દ્વારા કોઈ એફિડેવિટ દાખલ કરવામાં આવી નથી. બીજી તરફ સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલ આર વેંકટરામણીને આ સમગ્ર મામલામાં એમાઈક્સ તરીકે મદદ કરવા કહ્યું છે.

તમિલનાડુ સરકરાને પણ સુપ્રીમે ચેતવણી આપી

હવે આ મામલે 7 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી દરમિયાન તમિલનાડુ સરકારને પણ ચેતવણી આપી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, આ કોઈ એક રાજ્યનો મુદ્દો નથી, તેથી આ મામલે રાજકારણ ન કરવું જોઈએ. ધર્માંતરણ મામલો લોકોના ભરોસા સાથે જોડાયેલો મામલો છે. આ ખુબ જ સંવેદનશીલ મુદ્દો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, તે સમગ્ર મામલાના દરેક પાસા પર વિચાર કરશે.