×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દોઢ કિલો સોનાની દાણચોરી કરતા પકડાયેલા એર ઈન્ડિયાના કેબિન ક્રૂએ જુઓ કેવી કલાકારી કરી

image : Wikipedia 


એર ઈન્ડિયાના કેબિન ક્રૂ દ્વારા સોનાની દાણચોરીનો મામલો સામે આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે કોચ્ચિ એરપોર્ટ પર એર ઈન્ડિયાના કેબિન ક્રૂની સોનાની દાણચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. વાયનાડના વતની શફીની કોચ્ચિમાં કસ્ટમ અધિકારીઓએ 1 કિલો 487 ગ્રામ સોના સાથે ધરપકડ કરી હતી. કસ્ટમ્સ પ્રિવેન્ટિવ કમિશનરેટને ગુપ્ત માહિતી મળી હતી કે બહેરીન-કોઝિકોડ-કોચ્ચિ સર્વિસનો કેબિન ક્રૂ મેમ્બર શફી સોનું લઈને આવી રહ્યો છે.

સોનાની દાણચોરી માટે અનોખી રીત શોધી

જોકે આ મામલો એટલા માટે પણ ચર્ચામાં છે કેમ કે શફીએ સોનાની દાણચોરી કરવા માટે અનોખો ઉપાય શોધી કાઢ્યો હતો. પરંતુ તે તેના પ્લાનમાં સફળ થઈ શક્યો નહોતો. તે પોતાના હાથમાં સોનું લપેટીને અને શર્ટની સ્લીવ ઢાંકીને ગ્રીન ચેનલમાંથી પસાર થવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

ચેન્નઈ એરપોર્ટ પર 3.32 કરોડનું સોનું લઈ જતા બે પકડાયા હતા 

અગાઉ ચેન્નઈ કસ્ટમ્સે જણાવ્યું કે બુધવારે ચેન્નઈ એરપોર્ટ પર સિંગાપોરના બે મુસાફરોની રૂ. 3.32 કરોડની કિંમતનું 6.8 કિલો સોનું લઈ જવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર આ પેસેન્જર્સ-347 અને 6E-52થી સિંગાપોરથી ચેન્નઈ પહોંચ્યા હતા. આ મામલે પણ વધુ તપાસ હાથ ધરાઈ છે.