દૈનિક કેસ ઘટીને 3.68 લાખ, 3,400નાં મોત
- કોરોનાથી આંશિક રાહત
- કોરોના સામે લડવા મેડિકલ કર્મીઓ વધારવાના નિર્ણયને પીએમની મંજૂરી
- દેશમાં 13 રાજ્યોમાં કોરોનાના કેસની સ્થિતિ સ્થિર થઈ, કેટલાક રાજ્યોમાં હજુ નવા કેસમાં વધારો યથાવત્ ઃ સ્વાસ્થ્ય મંત્રાલય
- દેશમાં કોરોનાના કુલ કેસ 1.99 કરોડ, મૃત્યુઆંક 2.18 લાખને પાર, એક્ટિવ કેસ 34.13 લાખ, 1.62 કરોડ દર્દી સાજા થયા
- દેશમાં કેટલાક જિલ્લાઓમાં 15 દિવસથી કેસ વધ્યા નથી, નીટ-પીજીની પરિક્ષા ચાર મહિના માટે પાછી ઠેલવામાં આવી
નવી દિલ્હી : ભારતમાં કોરોના મહામારીની વકરતી સ્થિતિ વચ્ચે સોમવારે આંશિક રાહતના સમાચાર મળ્યા છે. દેશમાં સોમવારે કોરોનાના દૈનિક કેસ અને મોતના આંકડામાં આંશિક ઘટાડો આવ્યો છે. સોમવારે કોરોનાના નવા ૩.૬૮ લાખ કેસ નોંધાયા હતા જ્યારે વધુ ૩૪૦૦ લોકોનાં મોત થયા છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૯૯ કરોડ થયા છે જ્યારે મૃત્યુઆંક ૨.૧૮ લાખને પાર થઈ ગયો છે. દેશમાં ૧લી મેએ ચાર લાખ અને ૨જી મેએ ૩.૯૨ લાખ કેસ નોંધાયા હતા, જેની સરખામણીમાં સોમવારે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે, એક્ટિવ કેસમાં સ્થિર વધારો ચાલુ રહેતાં એક્ટિવ કેસ ૩૪.૧૩ લાખ થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કોરોનાના દૈનિક કેસમાં આંશિક ઘટાડો આવ્યો હોવા છતાં એક્ટિવ કેસમાં વધારો ચાલુ રહ્યો છે. દેશમાં સોમવારે કોરોનાના ૩૪,૧૩,૬૪૨ એક્ટિવ કેસ નોંધાયા હતા, જે કુલ કેસના ૧૭.૧૩ ટકા જેટલા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧.૬૨ કરોડ દર્દીઓ સાજા થયા છે. કોરોનાના નવા કેસ ઘટતા રીકવરી રેટ સ્થિર થઈને ૮૧.૭૭ ટકા નોંધાયો હતો જ્યારે મૃત્યુદર ૧.૧૦ ટકા હતો. દેશમાં કોરોનાના નવા ૩,૬૮,૧૪૭ કેસમાં ૭૩.૭૮ ટકા કેસ બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત ૧૦ રાજ્યોમાં નોંધાયા હતા જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ વધીને ૨૧.૧૯ ટકા થયો હતો.
દેશમાં સોમવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૫૬,૬૪૭ કેસ નોંધાયા હતા. જોકે, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય કર્ણાટકમાં કોરોનાના નવા ૩૭,૭૩૩ કેસ અને કેરળમાં ૩૧,૯૫૯ કેસ નોંધાયા હતા. દેશમાં સોમવારે કોરોનાથી વધુ ૩,૪૧૭ લોકોના મોતમાં ૭૪.૫૪ ટકા મોત ૧૦ રાજ્યોમાં થયા હતા, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૬૬૯, દિલ્હીમાં ૪૦૭ અને ઉત્તર પ્રદેશમાં ૨૮૮નાં મોતનો સમાવેશ થાય છે. દેશમાં કોરોનાના ટેસ્ટ ૨૯.૧૬ કરોડને પાર થઈ ગયા છે. દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, દેશમાં દિલ્હી, છત્તિસગઢ, મહારાષ્ટ્ર અને પંજાબ સહિત ૧૩ રાજ્યોમાં કોરોનાનાની સ્થિતિમાં સ્થિરતા આવી છે. અહીં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી જ્યારે બિહાર, રાજસ્થાન, સિક્કિમ, તામિલનાડુ જેવા કેટલાક રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસમાં હજુ પણ વધારાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
દેશમાં મેડિકલ ઓક્સિજનની અછત વચ્ચે સરકારે વર્તમાન નાઈટ્રોજન પ્લાન્ટ્સમાં ઓક્સિજનના ઉત્પાદનની સંભાવનાઓ ચકાસી છે. કેટલાક રાજ્યોમાં કોરોનાના નવા કેસમાં સ્થિરતા અથવા ઘટાડાના પ્રારંભિક સંકેતો મળી રહ્યા છે. છત્તિસગઢમાં ૨૯મી એપ્રિલે ૧૫,૫૮૩ કેસ હતા જ્યારે બીજી મેએ ૧૪,૦૮૭ કેસ નોંધાયા હતા. એ જ રીતે દિલ્હી, દમણ અને દિવ, ગુજરાત સહિતના રાજ્યોમાં કોરોનાના કેસમાં સ્થિરતા અથવા ઘટાડાના સંકેત મળી રહ્યા છે. અગ્રવાલે કહ્યું કે, દેશના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા ૧૫ દિવસમાં કોરોનાના કેસ ઘટવાના સંકેતો મળ્યા છે. જોકે, અત્યારે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું ઘણું વહેલું કહેવાશે. અત્યારે જિલ્લાઓમાં કન્ટેઈનમેન્ટના પ્રયાસોને ચાલુ રાખવા ખૂબ જ મહત્વના છે, જેથી કોરોનાના કેસ વધુ ઘટાડી શકાય. તેમણે ઉમેર્યું કે મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી સહિત ૧૨ રાજ્યોમાં કોરોનાના એક્ટિવ કેસ એક લાખથી વધુ છે, જેચિંતાજનક બાબત છે.
દરમિયાન દેશમાં કોરોના સામે લડવા માટે માનવ સંશાધનો વધારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીટ-પીજીની પરિક્ષાને લગભગ ચાર મહિના પાછી ઠેલવા, મોટી સંખ્યામાં ક્વૉલિફાઈડ ડૉક્ટર્સ અને સર્વિસ મેડિકલ ઈન્ટર્ન્સને કોરોના મહામારીની ફરજમાં નિયુક્ત કરવા સહિતની બાબતોને મંજૂરી આપી છે. પીએમઓએ જણાવ્યું હતું કે, કોરોનાની ફરજમાં ૧૦૦ દિવસ પૂરા કરનારા મેડિકલ વ્યાવસાયિકોને સરકારની આગામી ભરતીઓમાં અગ્રતા અપાશે અને વડાપ્રધાનના પ્રતિષ્ઠિત કોવિડ નેશનલ સર્વિસ સન્માનથી તેમનું સન્માન પણ કરાશે.
વધુમાં એમબીબીએસના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનો ફેકલ્ટીના નિરિક્ષણ હેઠળ ટેલિકન્સ્લટેશન અને કોરોનાના હળવા લક્ષણો ધરાવતા કેસોના નિરિક્ષણ જેવી સેવાઓ માટે ઉપયોગ કરી શકાશે. ઉપરાંત નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ ફોર પોસ્ટ-ગ્રેજ્યુએશન (નીટ-પીજી)ની પરિક્ષા લગભગ ચાર મહિના પાછી ઠેલવાનો પણ નિર્ણય લેવાયો છે. આ પરિક્ષાની જાહેરાત પહેલાં વિદ્યાર્થીઓને તૈયારી માટે એક મહિનાનો સમય અપાશે.
અગાઉની જાહેરાત મુજબ આ પરીક્ષાઓ મેમાં લેવાની હતી
IIT સહિતની કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઆનીે ઓફલાઇન પરીક્ષાઓ મોકૂફ
- જૂનના પ્રથમ સપ્તાહમાં ઓફલાઇન પરીક્ષાઓ ક્યારે લેવી તેની ફરીથી સમીક્ષા કરાશે
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે દેશંમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ કેન્દ્ર સરકાર અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓને ચાલુ મહિનામાં લેવાનાર ઓફલાઇન પરીક્ષાઓ મોકૂફ રાખવાના નિર્દેશ આપ્યા છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. જે શેક્ષણિક સંસ્થાઓને પરીક્ષાઓ મોકૂફ રાખવાનું જણાવવામાં આવ્યું છે તેમાં આઇઆઇટી, એનઆઇટી, આઇઆઇઆઇટી અને કેન્દ્રીય યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકાર અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના વડાને લખેલા પત્રમાં ઉચ્ચ શિક્ષણ સચિવ અમિત ખરેએ ચાલુ મહિનામાં લેવાનારી તમામ ઓફલાઇન પરીક્ષાઓ મોકૂફ રાખવા જણાવ્યું છે.
શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર ઓનલાઇન પરીક્ષાઓ ચાલુ રાખી શકાશે. જૂન, ૨૦૨૧ના પ્રથમ સપ્તાહમાં ઓફલાઇન પરીક્ષાઓ અંગે ફરીથી સમીક્ષા કરવામાં આવશે. તમામ શૈક્ષણિક સંસ્થાઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે જો કોઇ વિદ્યાર્થીને મદદની જરૂર હોય તો તે મદદ કરવામાં આવે જેથી તે હતાશામાંથી બહાર આવી શકે. ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે ઉભા થયેલા ભયના વાતાવરણને કારણે કેટલાક વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો શિકાર બન્યા છે.
તમામ સંસ્થાઓને લોકોને વેક્સીનેશન માટે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરવા પણ જણાવવામાં આવ્યું છે.
રાજ્ય સરકારો અને કેન્દ્રને સુપ્રીમનો કડક આદેશ
કોરોનામાં મદદ માગનારા સામે કાર્યવાહી કરી તો દંડાત્મક અપરાધ ગણાશે
- મદદ માગનારાઓને સહાય કરવી જોઇએ, તેમની સોશિયલ મીડિયા પોસ્ટને દેશ વિરોધી ગણી કાર્યવાહી ન કરો
કોરોના મહામારી વચ્ચે ઓક્સિજન, હોસ્પિટલોમાં બેડ, દવાઓ વગેરેની અછતને પગલે લોકો સોશિયલ મીડિયા દ્વારા મદદ માગી રહ્યા છે. જો આવા લોકોની સામે પોલીસ અથવા સરકાર દ્વારા કોઇ જ પગલા લેવામાં આવ્યા કે તેમને હેરાન કરવામાં આવ્યા તો જવાબદાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્ર સરકારને પોતાના આદેશમાં કહ્યું છે કે રાજ્યોના પોલીસ વડાને જાણ કરવામા આવે કે કોરોના સંલગ્ન માહિતીઓને શેર કરતા લોકોને અટકાવવા કે કોઇ પણ માધ્યમ દ્વારા મદદ માગનારા વ્યક્તિને પરેશાન કરવામાં ન આવે. જો આવુ કોઇ પણ કરે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે. સુપ્રીમે કહ્યું કે હાલના માહોલમાં લોકો હતાશ થઇને પોતાના પરિવારજનો માટે સોશિયલ મીડિયા વગેરે દ્વારા મદદ માગતા હોય છે. એવામાં તેમની મુશ્કેલીઓને તંત્ર દ્વારા વધારવી ન જોઇએ.
સુપ્રીમે કહ્યું કે અમને જાણીને દુઃખ થાય છે કે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ માગી રહ્યા છે તેમના પર જુઠ ફેલાવવાના આરોપો લગાવી પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમની સામે રાષ્ટ્રની છાપ ખરાબ કરવાના હેતુથી પોસ્ટ કરાઇ હોવાના આરોપો લગાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે જે યોગ્ય નથી. ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયાધીશ એલ નાગેશ્વર રાવ અને ન્યાયાધીશ એસ રવિંદ્ર ભટની સુપ્રીમ કોર્ટની બેંચે આદેશ આપતા કહ્યું કે આવી કોઇ પણ વ્યક્તિને પરેશાન ન કરવામાં આવે અને જો કોઇ આવુ કરતા જણાય તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે. તેનાથી વિપરીત આવા લોકોને રાજ્યોએ મદદ માટે આગળ આવવુ જોઇએ.