×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં 2 વર્ષમાં 24 હજારથી વધુ બાળકોએ કરી આત્મહત્યા, કારણ જાણીને ચોંકી જશો

નવી દિલ્હી, 1 ઓગસ્ટ 2021 રવિવાર

સરકારી આંકડા મુજબ, 2017 થી 2019 સુધીનાં બે વર્ષમાં 14-18 વર્ષના 24,000 થી વધુ બાળકોએ આત્મહત્યા કરી છે. તેમાંથી, સૌથી વધુ પરીક્ષામાં નાપાસ થવાને કારણે 4,000 થી વધુ કેસ નોંધાયા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) એ તાજેતરમાં સંસદમાં બાળ આત્મહત્યાના ડેટા રજૂ કર્યો છે.

આંકડા અનુસાર, વર્ષ 2017-18 વચ્ચે 14-18 વર્ષની વયજૂથની 13,325 છોકરીઓ સહિત 24,568 બાળકો આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યા હતા. 2017 માં, 14-18 વય જૂથના 8,029 બાળકો આત્મહત્યાથી મૃત્યુ પામ્યા હતા. 2018 માં આ સંખ્યા વધીને 8,162 થઈ અને પછી 2019 માં વધીને 8,377 થઈ ગઈ.

પરીક્ષામાં નિષ્ફળતાને કારણે સૌથી વધુ આત્મહત્યા

માહિતી અનુસાર, પરીક્ષામાં નાપાસ થવું તે 4,046 બાળકોની આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ માનવામાં આવ્યું છે. જ્યારે, 411 છોકરીઓ સહિત 639 બાળકોની આત્મહત્યા પાછળ લગ્ન સંબંધિત બાબત હોવાનું કહેવાય છે. લગભગ 3,315 તરૂણોએ પ્રેમ સંબંધને કારણે આત્મહત્યા કરી હતી, જ્યારે 2,567 બાળકોની આત્મહત્યા પાછળ બીમારીને કારણ માનવામાં આવે છે. 81 બાળકોના મૃત્યુનું કારણ શારીરિક શોષણ થતું હોવાનું મનાય છે.