×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં હાહાકાર છે અને મોદીજી નવા ઘરમાં ગૃહ પ્રવેશની તૈયારી કરી રહ્યાં છે: કોંગ્રેસ


- વિદેશ મંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી રાજીનામું આપી દે

- સરકાર આઠ-આઠ કલાક સુધી કોરોના સંકટનો સામનો કરવા નહીં પણ છબી સુધારવા માટે બેઠક કરી રહીં છે

નવી દિલ્હી, તા. 6 મે 2021, ગુરૂવાર

દેશમાં કોરોનાની બીજી લહેરના કારણે કથળી રહેલી સ્થિતિ વચ્ચે કોંગ્રેસે આજે વિદેશ મંત્રી એસ જયશંકર અને સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધનના રાજીનામાની માગ કરી છે. ઉપરાંત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સહિત બીજા બીન જરૂરી ખર્ચા પર કાપ મુકી કોરોના પર ધ્યાન આપવા ટકોર કરી છે. 

કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે આજે કોરોનાની વર્તમાન સ્થિતિને લઇને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું દેશમાં કોરોનાના દરરોજ 4.12 લાખ નવા કેસ સામે આવી રહ્યાં છે અને દરરોજ ચાર હજારથી વધુ લોકોના મોત થઇ રહ્યાં છે. લાગે છે કે સ્થિતિ બદથી બદતર થઇ રહીં છે. 

સરકાર વર્તમાન સ્થિતિને નજરઅંદાજ કરી રહીં છે. આ કપરી સ્થિતિમાં પણ સરકારની પ્રાથમિકતા 13,450 કરોડ રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અને વડાપ્રધાનના નવો બંગલો છે. કોઇ સરકાર આટલી નિષ્ઠુર કંઇ રીતે હોઇ શકે છે? આપણા વડાપ્રધાનનની આ હાલત છે તો તેમની નીચે કામ કરતા કર્મચારીઓની માનસિકતા કેવી હશે?

ટ્રેલરની જેમ વર્તન કરી રહ્યાં છે વિદેશ મંત્રી
વિદેશ મંત્રી એસ જયશંકરને આડે હાથ લેતા તેમણે વડા પ્રધાન પાસે રાજીનામાની માગ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે લોકોને સુવિધા પુરી પાડવાને બદલે તેઓ ટ્રોલરની જેમ વર્તન કરી રહ્યાં છે. એક ઇન્ટરવ્યુંમાં વિદેશ મંત્રીએ સ્વીકાર્યું કે ભારતની સ્વાસ્થ્ય વ્યવસ્થા કથળી ગઇ છે, પરંતુ તેના માટે તેમણે જુની સરાકરને દોષી ઠેરાવી. તમે ક્યાં સુધી પોતાની જવાબદારી માથી હાથ ખંખેરતા રહેશો? સાત વર્ષ સુધી તમારી સરકારે શું ઘૂઘરો વગાડ્યો?

સ્વાસથ્ય મંત્રી ક્યાં છે?
વિદેશ મંત્રી કહે છે કે ચૂંટણી અને કુંભ મેળા જેવા આયોજનના કોરોનાના કેસ વધ્યા નથી. વિદેશ મંત્રીના આવા નિવેદન પર હાસ્ય પ્રગટ કરું કે દુઃખ વ્યક્ત કરું મને ખબર નથી પડતી. આ સમગ્ર પ્રકરણમાં સ્વાસ્થ્ય મંત્રી ક્યાં છે તેની કોઇને કંઇ ખબર નથી. તમને તમારા કામમાં રસ નથી તો તમે આ પદ પર શા માટે બેઠા છો?

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકર તરફ બનાવામાં આવી રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ આવતા વર્ષે બનીને તૈયાર થઇ જશે. તેના અંતર્ગત વડા પ્રધાનનો નવો બંગલો પણ ડેસેમ્બર 2022 સુધીમાં બનીને તૈયાર થઇ જવાની શક્યતા છે.