×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં હજુ આવશે એક મુસીબત, આ વિસ્તારોમાં અલર્ટ, વરસાદ-હિમવર્ષા અને વાવાઝોડાની શક્યતા


- ઉત્તર ભારતીય વિસ્તારોમાં વરસાદની આગાહી

નવી દિલ્હી,તા.18 જાન્યુઆરી 2023,બુધવાર

દેશનાં ઘણાં ભાગોમાં શીત લહેર વચ્ચે એક આ મુસિબત પણ આવી શકે છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગે આવતા અઠવાડીયે ઉત્તર પશ્ચિમ ભારતમાં પવનની સાથે હળવાથી મધ્યમ વરસાદનાં ઝાપટાં પડવાની અને હિમવર્ષા થવાની પણ ભવિષ્યવાણી કરી છે. તેમણે હિમાચલ પ્રદેશમાં પણ વરસાદ અઇને હિમવર્ષા થવાની ભવિષ્યવાણી કરી છે. તેમણે તાપમાન હજી વધારે ઓછું થાય તેવી આગાહી પણ કરી છે. ભારતીય રાજ્યોમાં ન્યૂનતમ તાપમાન 1થી 3 ડિગ્રી હજી નીચુ જશે તેવી આગાહી કરી છે. દિલ્હીમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેશે અને ધુમ્મસ આખો દિવસ રહેશે.

આ રાજ્યોમાં હિમવર્ષા અને જોરથી ફૂંકાતાં પવનોની સંભાવના

23 અને 24 જાન્યુઆરીએ જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિંમી ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં હિમવર્ષા થાય તેવી સંભાવના છે. આ વિસ્તારોમાં લગભગ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે.

ઘાઢ ધુમ્મસનાં કારણે વિઝિવિલીટીમાં આવતા પ્રોબલેમને કારણે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ લેટ થશે અને ઘણી રદ કરવામાં આવશે. આ કારણને લીધે જ ઉત્તર રેલવેની છ ટ્રેન ધીમી ચાલશે.