×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ કેસ ગુજરાતમાં


10થી વધુ રાજ્યોએ આ બીમારીને મહામારી જાહેર કરી છે

ઇન્જેક્શનની અછત સર્જાતાં ડોક્ટરોની ચિંતામાં વધારો, કોરોના દર્દીને વધુ પડતું સ્ટીરોઇડ મ્યુકરમાઈકોસિસ માટે કારણભૂત

ગાંધીનગર : કોરોના વાયરસની બીજી લહેર કમજોર પડતાંની સાથે અન્ય ઘાતક બિમારી બ્લેક ફંગસ ફેલાઇ રહી છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 8848થી વધુ કેસ નોંધાયા છે જ્યારે ગુજરાતમાં તેનો આંકડો 2281 છે. રાજ્યમાં 70 દર્દીઓના આ રોગના કારણે મોત થયાં છે. સમગ્ર દેશમાં ગુજરાત આ મહામારીમાં પ્રથમક્રમે છે.

બ્લેક ફંગસ રોગને 10થી વધુ રાજ્યોએ મહામારી તરીકે જાહેર કર્યો છે ત્યારે વધતા જતા કેસો વચ્ચે ગુજરાત પછી 2000ના આંકડા સાથે મહારાષ્ટ્ર બીજાનંબરે આવે છે. દેશના 15 રાજ્યોમાં આ મહામારીએ માથું ઉચક્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતમાં આ મહામારીના કારણે 200 દર્દીના મોત થયાં છે. દેશમાં સૌથી વધુ કેસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં છે. રાજસ્થાનમાં 700 અને મધ્યપ્રદેશમાં 575 કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસ સામેની લડાઇમાં આ સૌથી મોટો પડકાર છે. કોરોના દર્દીઓમાં વધુ પડતા સ્ટિરોઇડના કારણે બ્લેકફંગસ લાગુ પડે છે.

રાજસ્થાનની સરકારે તો આ બિમારીના દર્દીઓને મફત સારવાર આપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે ગુજરાતમાં આ રોગની સારવારમાં વપરાતી દવાની અછત સર્જાયેલી છે. રેમડેસિવિર અને ઓક્સિજનની જેમ બ્લેક ફંગસની સારવાર કરતી દવાના કાળાબજાર થઇ રહ્યાં છે.

ગુજરાતમાં બ્લેક ફંગસની સાથે વ્હાઇટ ફંગસ પણ લોકોને શિકાર બનાવે છે. અમદાવાદ સિવિલમાં વ્હાઇટ ફંગસના દર્દીઓ દાખલ થયાં છે. કોરોના સારવાર વચ્ચે સરકારને હોસ્પિટલોમાં અલગ વોર્ડ ઉભા કરવાની ફરજ પડી છે.

બ્લેક ફંગસ અંગે એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા કહે છે કે મ્યૂકર માઇકોસિસના જીવાણું માટી, હવા તેમજ ભોજનમાં માલૂમ પડે છે પરંતુ તે ઓછા પ્રભાવી હોય છે. આ જીવાણું સંક્રમણ ફેલાવતા નથી પરંતુ કોરોના મહામારી પછી બ્લેક ફંગસના દર્દીઓ અચાનક વધી રહ્યાં છે.

વધુ પડતા સ્ટિરોઇડના કારણે આ બિમારી લાગુ પડતી હોવાનું તેમણે કહ્યું છે. આ સાથે તેમણે હોસ્પિટલોને ઉપાય તેમજ પ્રોટોકોલનું પાલન કરવા કહ્યું છે. આ રોગ એવા દર્દીને લાગે છે કે જે ડાયાબિટીસથી પિડીત છે અને કોરોના પોઝિટીવ છે. આ રોગને કાબૂમાં લેવા માટે સ્ટિરોઇડનો ખોટો ઉપયોગ બંધ કરવો જોઇએ.

મહારાષ્ટ્રના આરોગ્યમંત્રીના કહેવા પ્રમાણે રાજ્યમાં બ્લેક ફંગસના 2000થી વધુ કેસ નોંધાયા છે જે પૈકી 1200 દર્દીઓની સારવાર ચાલી રહી છે. એક દર્દીને ઓછામાં ઓછા 60 થી 100 ઇન્જેક્શન લગાવવામાં આવે છે.

જો ઇન્જેક્શનની અછત સર્જાશે તો દર્દીઓ પર મોતનું જોખમ રહેલું છે. દવાના સંકટ વચ્ચે દર્દીની સાથે ડોક્ટરો પણ ભયભીત બનેલા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં કહ્યું હતું કે બ્લેક ફંગસની બિમારીમાં એન્ફોટેરેસિન-બી ઇન્જેક્શનની જરૂરિયાત હોય છે જ અત્યારે ચાર કંપનીઓ બનાવી રહી છે.

આ કંપનીઓએ ઉત્પાદન ક્ષમતા વધારીને પ્રતિમાસ 3.80 લાખ કરી છે. આ એક જેનેરિક દવા છે. જરૂરિયાત ઉભી થઇ છે ત્યારે બીજી કંપનીઓ પણ બનાવી શકે છે. કેન્દ્રએ ત્રણ લાખ ઇન્જેક્શન આયાત કર્યા છે. આ ઇન્જેક્શનની કિંમત 7000 રૂપિયા છે. ફંગસના દર્દીને 50 થી 150 જેટલા ઇન્જેક્શનની જરૂર પડે છે.

બ્લેક ફંગસના કેસોની સંખ્યા ઝડપથી વધતી જાય છે અને નવા નવા રાજ્યો પણ સામેલ થતાં જાય છે ત્યારે તેની દવાની માંગ અનેકગણી વધી ગઇ છે.  આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતની વિવિધ હોસ્પિટલોમાં બ્લેક ફંગસના કુલ 2281 કેસ નોંધાયા છે જ્યારે વ્હાઇટ ફંગસના ત્રણથી ચાર કેસ છે.

બ્લેક ફંગસમાં મહારાષ્ટ્ર રાજ્યમાં 2000 જેટલા કેસ છે. એક સ્ટડી પ્રમાણે મ્યૂકોર માઇકોસિસની ઝપટમાં આવવાનો સૌથી વધુ ખતરો પુરૂષો છે, અને તે ડાયાબિટીસ ધરાવતા દર્દીને છે. એક સ્ટડીમાં જોવામાં આવ્યું છે કે 101 પૈકી 31 દર્દી બ્લેક ફંગસથી મૃત્યુને ભેટયાં હતા. કુલ કેસો પૈકી 60 કોરોના પોઝિટીવ દર્દી હતા અને તેઓ શિકાર બન્યાં હતા.

કોરોનાના બીજા મોજામાં બાળકોમાં પણ કોરોનાનો ચેપ ફેલાયો

બ્લેક ફંગસના કેસમાં સતત વધારો, 15 રાજ્યોમાં 8848 કેસ, 200 મોત

નવી દિલ્હી : કોરોનાના કહેર વચ્ચે દેશમાં મ્યુકરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસના કેસમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દેશના વિવિધ ક્ષેત્રોમાંથી બ્લેક ફંગસના 8,848 કેસ સામે આવ્યા છે અને 200થી વધારે લોકોના મોત થયા છે. આ બધા વચ્ચે અનેક રાજ્યોએ બ્લેક ફંગસને મહામારી ઘોષિત કરી દીધી છે. બ્લેક ફંગસના કેસ વધી રહ્યા હોવાથી તેની સારવારમાં વપરાતી એન્ટી ફંગલ દવા એમ્ફોટેરિસિન-બીની માંગ પણ વધી રહી છે. 

આ દરમિયાન શનિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એમ્ફોટેરિસિન-બીના કુલ 23,680 વધારાના ડોઝ ફાળવવામાં આવ્યા હતા. રસાયણ અને ખાતર મંત્રી ડીવી સદાનંદ ગૌડાએ આ માહિતી આપી હતી. અગાઉ ગુરૂવારે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને દેશમાં વધી રહેલી માંગની આપૂત માટે ઈન્ટરનેશનલ સ્તરે દવા ખરીદવા સૂચન આપ્યું હતું.

દેશના કયા રાજ્યમાં મ્યુકર માઇકોસિસના વધુ કેસ

રાજ્ય

કેસ

ગુજરાત

2,281

મહારાષ્ટ્ર

2,000

આંધ્ર પ્રદેશ

910

મધ્ય પ્રદેશ

720

રાજસ્થાન

700

કર્ણાટક

500

તેલંગણા

350

હરિયાણા

250

ઉત્તર પ્રદેશ

112

પંજાબ

95