×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં મળ્યા ડેલ્ટા પ્લસ વેરિયેન્ટનાં 22 કેસ, કેન્દ્ર સરકારે આ 3 રાજ્યોને કર્યા સતર્ક

નવી દિલ્હી, 22 જુન 2021 મંગળવાર

સરકારે જણાવ્યું છે કે INSACOG (ઇન્ડિયન SARS-CoV-2 જિનોમિક કન્સોર્ટિયા) નાં તાજેતરના તારણોને આધારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્ર, કેરળ અને મધ્યપ્રદેશને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ અંગે ચેતવણી આપી છે અને સલાહ આપી છે. આ રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં કોવિડ 19 નો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ મળી આવ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવે આ રાજ્યોને સુચના આપી છે કે મહારાષ્ટ્રના રત્નાગિરિ અને જલગાંવ જિલ્લાના જીનોમ ક્રમિક નમૂનાઓમાં આ વેરિયન્ટ જોવા મળ્યો છે; કેરળના પલક્કડ અને પઠાનમથિટ્ટા જિલ્લાઓ; અને મધ્ય પ્રદેશના ભોપાલ અને શિવપુરી જિલ્લામાં જોવા મળ્યો છે. મંત્રાલયે મહારાષ્ટ્ર, કેરળ અને મધ્યપ્રદેશને સલાહ આપી છે કે સિવિલ હેલ્થ રિસ્પોન્સનાં પગલાં અમલમાં મૂકવામાં આવે અને તેમને વધુ કેન્દ્રિત અને અસરકારક બનાવવા પડશે.

રાજ્યોનાં મુખ્ય સચિવોને સલાહ આપવામાં આવી છે કે, જિલ્લા અને ક્લસ્ટર્સને તાત્કાલિક સંક્રમણ રોકવાનાં ઉપાયો જેવા કે ટોળું થતું રોકવું, અને લોકોનો સંપર્ક ટાળવો, મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગ તે સાથે જ પ્રાથમિક્તાનાં આધારે વેક્સિન કવરેજનો સમાવેશ થાય છે.

સરકારે જણાવ્યું કે ડેલ્ટા વેરિટન્ટનાં 22 કેસ નોંધાયા છે, ડેલ્ટા વેરિયેન્ટનાં આ 22 કેસમાં મહારાષ્ટ્રનાં રત્નાગિરિ, જલગાવ, અને મધ્ય પ્રદેશ તથા કેરળમાં કેટલાક કેસ મળી આવ્યા છે, આજે પ્રેસ કોન્ફરન્સમાં આરોગ્ય સચિવે ડેલ્ટા પ્લસને વેરિયેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ નાં સ્વરૂપમાં લેબલ કર્યું છે, બાદમાં મંત્રાલયએ તેને વેરિયેન્ટ ઓફ કન્સર્ન ગણાવ્યો.