×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં કોરોનાના નવા 11109 કેસ એક્ટિવ કેસ 50,000ની નજીક પહોંચ્યા


- વધુ 29 મોત સાથે મૃત્યુઆંક 5,31,064 થયો

- ફાઇઝરની બાઇવેલેંટ રસીના બુસ્ટર ડોઝથી 65 વર્ષથી વધુ વયના લોકોમાંં કોરોનાથી હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 72 ટકા અને મોતનું જોખમ 68 ટકા ઘટે છે : અહેવાલ

- કોરોનાના નવા કેસ છેલ્લા 236 દિવસના સૌથી વધુ 

નવી દિલ્હી : આજે શુક્રવારે સવારે આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧,૧૦૯ નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસ વધીને ૪૯,૦૦૦ને પાર પહોંચ્યો છે. આજે નવા નોંધાયેલા આ કેસોની સંખ્યા છેલ્લા ૨૩૬ દિવસમાં નોંધાયેલા દૈનિક કેસો કરતા વધુ છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર શુક્રવારે કુલ એક્ટિવ કેસ વધીને ૪૯,૬૨૨ થયા છે. દૈનિક પોઝિટિવીટી રેટ વધીને શુક્રવારે ૫.૦૧ ટકા નોંધાયો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટીવીટી રેઇટ ૪.૨૯ ટકા જ રહ્યો હતો.

 ગઇકાલના પ્રમાણમાં આજે દૈનિક કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે. આજે ૧૧,૧૦૯ નવા કેસ નોંધાયા છે. ૨૯નાં મૃત્યુ નોંધાયાં છે. ગઇકાલે (ગુરૂવારે) ૧૦,૧૫૮ નવા કેસો નોંધાયા હતા. ૧૯નાં મૃત્યુ નોંધાયાં હતાં. આ રીતે જોતાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૫૧ નવા કેસો નોંધાયા છે. આજે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયને પ્રાપ્ત થયેલા આંકડા પ્રમાણે દેશના કોરોના કેસોનો આંક વધીને ૪ કરોડ, ૪૭ લાખ ૯૭ હજાર, ૨૬૯ સુધી પહોંચી ગયો છે. કોરોનાથી થતાં મૃત્યુનો આંક ૫,૩૧,૦૬૪ પહોંચ્યો છે. 

આરોગ્ય મંત્રાલયે આજે (૧૪મી એપ્રિલે) સવારે પ્રસિધ્ધ કરેલી યાદી પ્રમાણે આજે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧,૧૦૯ કેસો નોંધાયા છે, ૨૯ મૃત્યુ નોંધાયા છે. તેમાં દિલ્હીમાં અને રાજસ્થાનમાં ત્રણ ત્રણ પંજાબ અને ચંડીગઢ બંનેમાં બે બે તેમજ હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડીશા, પોંડીચેરી, તમિલનાડુ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રેદસમાં પણ બબ્બે મૃત્યુ નોંધાયાં છે. કેરળમાં અગાઉના ૯ મોત નોંધવામાં આવ્યા છે.  

ે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૪૫૯ લોકો કોરોનાને પરાસ્ત કરી ં સાજા થયા છે. આ સાથે સાજા થનારાઓની કુલ સંખ્યા વધીને ૪,૪૨,૧૬,૫૮૬ થઇ છે. પરંતુ સામે છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ૪,૬૨૪નો વધારો  નોંધાતાં કુલ એક્ટિવ કેસો વધીને ૪૯,૬૨૨ પહોંચ્યા છે.

રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તેમ રાજભવનના સૂત્રોએ જણાવ્યું છે. રાજભવને વધુમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો પણ રાજ્યપાલના સંપર્કમાં આવ્યા છે તેમણે કોરોના ટેસ્ટ કરાવવો જોઇએ. તાજેતરમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે પણ કોરોના પોઝિટીવ થયા હતાં.

આ દરમિયાન લેન્સેટ ઇન્ફેકશિયસ ડિસિઝિસ જર્નલમાં પ્રકાશિત એક નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસ મુજબ ફાઇઝરની બાઇવેલેંટ એમઆરએનએ વેક્સિનનો બુસ્ટર ડોઝ લેનારા ૬૫ વષથી વયુ વયની વ્યકિતઓમાં કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ૭૨ ટકા ઘટી જાય છે જ્યારે કોરોનાને કારણે થતા મોતનું જોખમ ૬૮ ટકા ઘટી જાય છે.