દેશમાં ઓક્સિજનની અછત: દિલ્હી-અમૃતસરમાં 26નાં મોત
- આ તે કેવી વ્યવસ્થા ? આત્મનિર્ભરની વાતો કરતી સરકારની બેદરકારી
- દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 20 દર્દીનાં મોત, અમૃતસરની હોસ્પિટલમાં છનાં મોત: દિલ્હીમાં અનેક હોસ્પિટલોએ દર્દીઓને પાછા મોકલવા પડયાં
નવી દિલ્હી : ભારતમાં દિવસે ને દિવસે કોરોનાના ત્રણ લાખથી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે હાલ દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ઓક્સિજનની અછતના અહેવાલો સામે આવી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સારવાર માટે જરૂરી ઓક્સિજનની પણ ભારે તંગી છે. દિલ્હીની જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીના કારણે ૨૦ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. પંજાબના અમૃતસરમાં ઓક્સિજનની અછતના કારણે છ દર્દીઓનાં મોત થયા હતા. આ ઘટના પછી પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો.
દિલ્હીની બત્રા અને સર ગંગારામ હોસ્પિટલમાં પણ ઓક્સિજનની ભારે તંગી છે અને થોડા સમય સુધી ચાલે તેટલો જ ઓક્સિજન ઉપલબ્ધ છે. ગંગારામ હોસ્પિટલમાં ૨૫ દર્દીનાં ઓક્સિજનના અભાવે મૃત્યુ થયા હતા પછી દિલ્હીની આ બીજી હોસ્પિટલમાં ૨૦ દર્દીઓનાં મોત થયા હતા. જયપુર ગોલ્ડન હોસ્પિટલના એમડી ડોક્ટર ડીકે બલૂજાએ કરેલા દાવા પ્રમાણે ગઈકાલે સાંજે ઓક્સિજન પુરવઠાની તંગીના કારણે ૨૦ અતિ ગંભીર દર્દીઓના મોત થયા હતા.
બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનનું એક ટેન્કર પહોંચી ગયું છે. બત્રા હોસ્પિટલના એમડી ડોક્ટર એસસીએલ ગુપ્તાના કહેવા પ્રમાણે હોસ્પિટલને ટ્રક દ્વારા ૫૦૦ કિગ્રા ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો છે જે ઓક્સિજન મળ્યા બાદના આગામી એક કલાક માટે પૂરતો છે. હોસ્પિટલમાં ૨૬૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
હાલ રાજ્યોની હોસ્પિટલો તેમની પાસે જે બેકઅપ સ્ટોક છે ઓક્સિજનનો તેનો ઉપયોગ કરવા મજબૂર થઇ ગઇ છે. દિલ્હીમાં આવી જ હાલત છે. દિલ્હીમાં સરોજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલે દર્દીઓના પરિવારને કહી દીધુ છે કે ઓક્સિજનની અછતને પગલે દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવે. આ હોસ્પિટલનું કહેવુ છે કે અમે વિનંતી કરી તેને ૪૪ કલાક વીતી ગયા છતા ઓક્સિજન રીફિલ નથી થઇ શક્યા. જ્યારે અહીંની ફોર્ટિસ હોસ્પિટલ હાલ બેક ઓપ ઓક્સિજન સ્ટોક પર કામ ચલાવી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ હોસ્પિટલો પત્ર લખીને ઓક્સિજનની માગણી કરી રહી છે. હાલ દિલ્હી પોલીસે ઓક્સિજન લઇ જતા વાહનો માટે વિશેષ ગ્રીન કોરિડોર તૈયાર કર્યો હતો અને અહીંની ગુરુ તેગ બહાદુર હોસ્પિટલ સુધી ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરી હતી. દિલ્હીની અનેક હોસ્પિટલ પાસે માત્ર એક જ દિવસ અથવા ગણતરીના કલાક સુધી ચાલે તેટલો જ ઓક્સિજન છે.
બીજી તરફ એરફોર્સ અને રેલવેની મદદ ઓક્સિજન સપ્લાય માટે લેવાઇ રહી છે. ઇન્ડિયન એર ફોર્સ સી-૧૭ ટ્રાન્સપોર્ટ પ્લેને શનિવારે ખાલી ટેંકર સાથે ઇંદોરથી ઉડાન ભરી હતી અને ગુજરાત પહોંચ્યું હતું. અહીં જામનગરમાં આવેલા ઓક્સિજલ પ્લાન્ટથી આ ટેંકર ભરવામાં આવશે અને તે મધ્ય પ્રદેશ પહોંચાડવામાં આવશે. સામાન્ય રીતે રોડથી ઓક્સિજન ગુજરાતથી મધ્ય પ્રદેશ સપ્લાય કરવામાં ૨૦ કલાક લાગે છે જે હાલ એરફોર્સની મદદથી એક કલાકમાં પહોંચી જાય છે.
કેન્દ્ર સરકારે મહિનાઓ સુધી કોઈ પગલાં ન લીધાં
ઓક્સિજનનું ઉત્પાદન વધારવા સંસદીય સમિતિએ નવેમ્બરમાં ભલામણ કરી હતી
કોરોના મહામારીની બીજી લહેરની દેશભરમાં હાલ અસર છે. જોકે આજથી ઘણા સમય પહેલા જ એક સંસદીય કમિટીએ કેન્દ્ર સરકારને તેના સંકેતો આપી દીધા હતા છતા સરકાર ઉંઘતી ઝડપાઇ છે. એક રિપોર્ટ અનુસાર સ્વાસ્થ્ય બાબતોની સંસદીય સ્ટેન્ડિંગ કમિટી કે જેના વડા સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવ છે અને ૧૬ ભાજપના સાંસદો પણ સામેલ છે તે કમિટીએ ઓક્સિજનની અછતની ચેતવણી આપી હતી. એટલુ જ નહીં ઓક્સિજનના ભાવ પર પણ એક કેપ મુકવાની ભલામણ કરી હતી.
આ કમિટીએ સરકારને કહ્યું હતું કે ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓક્સિજનના ઉત્પાદન પર પણ વધુ ને વધુ ધ્યાન આપવાની જરુર છે. ગત વર્ષે નવેમ્બર મહિનામાં જ આ રિપોર્ટને સંસદીય સમિતીએ સંસદમાં સબમિટ કરી દીધો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે અનેક સરકારી હોસ્પિટલોમાં બેડ્સ, ઓક્સિજનની અછત છે. વેન્ટિલેટર પણ પુરતા નથી. આ બધી માહિતી સરકારને સોપવામાં આવી હોવા છતા હાલ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ભારત માટે ચિંતાજનક અહેવાલ:: યુએસ સ્ટડીનો દાવો
દેશમાં 15 મે સુધીમાં દરરોજ 5600નાં મોત થશે
- એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં ભારતમાં કુલ ત્રણ લાખ લોકો કોરોનાથી જીવ ગુમાવે તેવી દહેશત
અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટીના અભ્યાસમાં ભારતમાં મે મહિનાના મધ્યમાં કોરોના સંક્રમણ પીક પર પહોંચશે તેવો દાવો કરવામાં આવ્યો છે. મે મહિનાના મધ્યગાળામાં દૈનિક મૃત્યુદરનો આંકડો ૫૬૦૦ થઈ જશે અને આ જ સ્થિતિ રહેશે તો એપ્રિલથી ઓગષ્ટ વચ્ચે કોરોના સંક્રમણથી આશરે ૩ લાખ લોકો પોતાનો જીવ ગુમાવી દેશે.
વોશિંગ્ટન યુનિવસટીના ઈન્સ્ટિટયુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન દ્વારા 'કોવિડ-૧૯ પ્રોજેક્શન' ટાઈટલ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો.
અભ્યાસમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે કોરોના મહામારીનો આ સમય આગામી સપ્તાહમાં સ્થિતિ વધુ બગાડશે. ભારતમાં સંક્રમણ અને મૃત્યુના વર્તમાન દરના આધાર પર કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે ૧૦ મેના રોજ દૈનિક મૃત્યુ દર ૫૬૦૦એ પહોંચી જશે. એપ્રિલથી ઓગષ્ટ મહિના દરમિયાન ૩.૨૯ લાખ લોકોના મોત થશે અને જુલાઈ મહિનાના અંત સુધીમાં મૃતકઆંક ૬.૬૫ લાખ સુધી વધી શકે છે.
દેશમાં કુલ મૃત્યુઆંક 1.90 લાખની નજીક
કોરોનાના નવા સાડા ત્રણ લાખ કેસ, અઢી હજારથી વધુનાં મોત, એક્ટિવ કેસ 25 લાખ
- 18થી 45 વર્ષનાને તેલંગાણા અને કાશ્મીરમાં મફત રસી અપાશે: કાશ્મીરમાં 34 કલાક, આંધ્રમાં રાત્રી કરફ્યૂ
ભારતમાં કોરોના વાઇરસના કેસો અગાઉના બધા જ રેકોર્ડ તોડી બૂલેટ ગતીએ આગળ વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ ૩.૪૬ લાખ જેટલા નવા કેસો સામે આવ્યા છે. જ્યારે વધુ ૨૬૨૪ લોકોના મોત નિપજતા મૃત્યુઆંક હવે ૧.૯૦ લાખની નજીક પહોંચી ગયો છે. એક્ટિવ કેસ પણ રેકોર્ડ બ્રેક સૌથી વધુ ૨૫ લાખે પહોંચી ગયો છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતના ૧૦ રાજ્યોમાં જ દેશના કુલ કેસોના ૭૫ ટકા જેટલા નવા કેસો સામે આવ્યા છે. પહેલી મેથી દેશભરમાં કોરોનાની રસી ૧૮ વર્ષથી વધુ વયનાને આપવાનું શરૂ કરવામાં આવશે.
આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે તે ૧૮થી ૪૫ વર્ષની વયનાને પહેલી મેથી રસી આપવાનું કામ શરૂ થવાનું છે તેની પુરતી વ્યવસ્થા કરીને રાખે. ખાસ કરીને વધુમાં વધુ ખાનગી સેન્ટર ખોલવા માટે કેન્દ્રએ રાજ્યોને સલાહ આપી છે.
આ સ્થિતિ વચ્ચે તેલંગાણાના મુખ્ય મંત્રી કે ચંદ્રશેખર રાવે જાહેરાત કરી હતી કે દરેક વ્યક્તિને કોરોનાની રસી મફતમાં આપવામાં આવશે.
કેન્દ્ર ૪૫ વર્ષથી વધુ વયનાને મફત રસી આપી રહી છે જ્યારે તેનાથી નીચેની વયના અને ૧૮ વર્ષ સુધીનાને રાજ્ય મફત રસી આપશે તેમ તેલંગાણા સરકારે જાહેરાત કરી હતી. અગાઉ આ જ પ્રકારનો નિર્ણય ત્રણથી ચાર રાજ્યો લઇ ચુક્યા છે. તેલંગાણામાં વસતી પ્રમાણે આશરે ૨૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન છે.
બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં પણ કોરોનાના કેસો વધવાને પગલે પ્રશાસને શનિવારે રાત્રે આઠ વાગ્યાથી ૩૪ કલાકના કરફ્યૂની જાહેરાત કરી છે. કાશ્મીરમાં બધા લોકોને કોરોનાની રસી મફત આપવાની જાહેરાત પ્રશાસને કરી છે. આંધ્ર પ્રદેશમાં પણ રાત્રી કરફ્યૂં લાગુ કરાયો છે. ઉત્તરાખંડમાં બધી જ સરકારી કચેરીઓને હાલ બંધ કરી દેવામાં આવી છે અહીં એક નર્સિંગ કોલેજમાં ૯૩ વિદ્યાર્થીઓને કોરોના થયો છેે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩,૪૬,૭૮૬ કેસો સામે આવ્યા છે જે સાથે જ કુલ કેસોની સંખ્યા પણ વધીને હવે ૧.૬૬ કરોડને પાર કરી ગઇ છે.
માસ્ક પહેરવાથી 70000ના જીવ બચશે
અભ્યાસ પ્રમાણે જો એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહના અંત સુધીમાં બધા માસ્ક પહેરવાની આદતને ગંભીરતાથી લઈ લેશે તો મૃતકઆંક ૭૦,૦૦૦ જેટલો ઘટાડી શકાશે. ભારતમાં ફેબ્રુઆરી ૨૦૨૧ના મધ્યમાં અચાનક જ કેસો વધવા લાગ્યા હતા તેના પાછળનું મુખ્ય કારણ સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ અને માસ્ક પહેરવાની બેદરકારી છે.