×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં આ વખતે ચોમાસું સામાન્ય રહેશે, જાણો કયા મહિનામાં કેટલા વરસાદનો અંદાજ

image : envato


એક મુખ્ય હવામાન એજન્સીએ 2023 માટે મોનસૂનનું પૂર્વાનુમાન જાહેર કરી દીધું છે. આ મોનસૂન પૂર્વાનુમાન અનુસાર જૂનથી સપ્ટેમ્બર સુધી 4 મહિનાનો સરેરાશ વરસાદ 868.8 મિ.મી.ની તુલનાએ  816.5 મિ.મી. એટલે કે 94%( +/-5 ટકા) રહેવાની શક્યતા છે. અગાઉ જાન્યુઆરીમાં પણ પૂર્વાનુમાન જાહેર કરાયું હતું જેમાં જણાવાયું હતું કે 2023માં મોનસૂન સરેરાશથી ઓછો રહેવાની આશંકા વ્યક્ત કરાઈ હતી જેને હવે યથાવત્ રખાઈ છે. 

અલ નીનોની વાપસી નબળાં ભવિષ્યની નિશાની બની શકે છે 

હવામાન એજન્સી સ્કાયમેટના એમડી જતીન સિંહે કહ્યું કે ટ્રિપલ-ડિપ-લા નીનાને કારણે દક્ષિણ-પશ્ચિમ મોનસૂને છેલ્લી 4 સિઝનમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ નોંધ્યો નહોતો. હવે લા નીનાની અસર સમાપ્ત થઈ ગઈ છે. અલ નીનોની શક્યતા વધી રહી છે અને મોનસૂન દરમિયાન તેની એક મુખ્ય કેટેગરી બનવાની શક્યતા પણ વધી રહી છે. અલ નીનોની વાપસી એક નબળા મોનસૂનની ભવિષ્યવાણી કરી શકે છે. 

અલ નીનો ઉપરાંત અનેક કારણો છે જે મોનસૂનને પ્રભાવિત કરી શકે છે 

અલ નીનો ઉપરાંત અન્ય ઘણા કારણો છે જે મોનસૂનને પ્રભાવિત કરી શકે છે. ઈન્ડિયન ઓશન ડિપોલ (IOD)માં મોનસૂનને નિયંત્રિત કરવા અને પર્યાપ્ત રીતે મજબૂત થવા પર અલ નીનોની આડઅસરને નકારવાની ક્ષમતા છે. આઈઓડી હવે તટસ્થ છે અને મોનસૂનની શરૂઆતમાં મધ્યમ સકારાત્મક હોવા તરફ નમી રહ્યું છે. અલ નીનો અને આઈઓડીના બહાર થવાની શક્યતા છે અને માસિક વરસાદમાં વધારે ફેરફાર થઈ શકે છે. સિઝનનો બીજો ભાગ વધારે અસામાન્ય રહેવાની આશા છે. 

ભૌગોલિક સંભાવનાઓના સંદર્ભમાં હવામાન એજન્સીને શું છે આશા? 

ભૌગોલિક સંભાવનાઓના સંદર્ભમાં હવામાન એજન્સીને આશા છે કે દેશના ઉત્તર અને મધ્ય ભાગમાં વરસાદની અછત રહેવાનું જોખમ પેદા થશે.  ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જુલાઈ અને ઓગસ્ટના મુખ્ય મોનસૂન મહિનાઓ દરમિયાન અપૂરતો વરસાદ થશે. ઉ.ભારતના કૃષિ ક્ષેત્ર પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉ.પ્રદેશમાં સિઝનના બીજા ભાગમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતા છે. 

હવામાન એજન્સી અનુસાર જૂન-જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર (JJAS)માં મોનસૂન વરસાદની શક્યતા કંઈક આ પ્રમાણે છે 

• લાંબા ગાળાના સરેરાશ (LPA) વરસાદની તુલનાએ 110% અથવા વધુ વરસાદની 0% સંભાવના.

• લાંબા ગાળાના સરેરાશ (LPA) વરસાદની તુલનાએ 105% થી 110% વરસાદની 15% સંભાવના.

• લાંબા ગાળાના સરેરાશ (LPA) વરસાદની તુલનાએ 96% થી 104% વરસાદની 25% સંભાવના.

• લાંબા ગાળાના સરેરાશ (LPA) વરસાદની તુલનાએ 90% થી 95% વરસાદની 40% સંભાવના.

• લાંબા ગાળાના સરેરાશ (LPA) વરસાદની તુલનાએ 90% કરતા ઓછા વરસાદની 20% શક્યતા.

2023ના ચોમાસામાં કયા મહિનામાં કેટલો વરસાદ પડશે

જૂનમાં લાંબા ગાળાના વરસાદની તુલનાએ 99% (165.3 મિ.મી.) વરસાદ થવાની સંભાવના છે

• 70% શક્યતા સામાન્ય વરસાદની

• 10% શક્યતા સામાન્ય કરતાં વધુ વરસાદની

• 20% શક્યતા સામાન્યથી ઓછા વરસાદની

જુલાઈમાં લાંબા ગાળાના વરસાદની તુલનાએ 95% (280.5 મિ.મી.) વરસાદ થવાની સંભાવના છે 

• 50% શક્યતા સામાન્ય વરસાદની

• 20% શક્યતા સામાન્ય કરતાં વધુ વરસાદની

• 30% શક્યતા સામાન્ય કરતાં ઓછા વરસાદની

ઓગસ્ટમાં લાંબા ગાળાના વરસાદની તુલનાએ 92% (254.9 મિ.મી.) વરસાદ થવાની સંભાવના છે 

• 20% શક્યતા સામાન્ય વરસાદની 

• 20% શક્યતા સામાન્ય કરતાં વધુ વરસાદની 

• 60% શક્યતા સામાન્ય કરતાં ઓછા વરસાદની 

સપ્ટેમ્બરમાં લાંબા ગાળાના વરસાદની તુલનાએ 90% (167.9 મિ.મી.) વરસાદ થવાની સંભાવના છે

• 20% શક્યતા સામાન્ય વરસાદની 

• 10% શક્યતા સામાન્ય કરતાં વધુ વરસાદની 

• 70% શક્યતા સામાન્ય કરતાં ઓછા વરસાદની