×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશમાં આજે રેકોર્ડ 93 લાખથી વધુ રસીકરણ, કુલ આંકડો 62 કરોડને પાર

નવી દિલ્હી, 27 ઓગસ્ટ 2021 શનિવાર

કોરોના વાયરસ રોગચાળા સામેના યુદ્ધમાં શરૂ કરાયેલ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન ખૂબ જ ગતિથી આગળ વધી રહ્યું છે. શુક્રવારે દેશભરમાં 93 લાખથી વધુ રસીનાં ડોઝ લગાવવામાં આવ્યા. આ અત્યાર સુધીમાં એક જ દિવસનો સૌથી વધુ રસીકરણનો આંકડો છે. આ સાથે જ દેશમાં કુલ રસીકરણનો આંકડો હવે 62 કરોડને વટાવી ગયો છે.

દેશમાં રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું. 10 કરોડનો આંકડો પાર કરવામાં ભારતને 85 દિવસ લાગ્યા. જ્યારે, 10 થી 20 કરોડના આંકડા પર આપણે 45 દિવસમાં જ પહોંચી ગયા. 20 થી 30 કરોડ સુધી પહોંચવામાં આપણને 29 દિવસ લાગ્યા. 30 થી 40 કરોડ સુધી પહોંચતા આપણને 24 દિવસ લાગ્યા. 6 ઓગસ્ટે દેશમાં રસીકરણનો આંક 50 કરોડને પાર કરી ગયો હતો.