×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશભરની 15 વિપક્ષી પાર્ટીઓના નેતાઓનું મહામંથન, નીતીશ કુમારના નિવાસસ્થાને બેઠક શરુ


2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મજબૂત મોરચો ઉભો કરવા માટે વિપક્ષી પાર્ટીઓ પહેલીવાર પટનામાં એકઠા થઈ છે. CM નીતીશ કુમારના નિવાસસ્થાને વિપક્ષની બેઠક શરૂ થઈ છે. મીટિંગમાં નેતા હેમંત સોરેન, TMC ચીફ મમતા બેનર્જી, DMK ચીફ MK સ્ટાલિન, AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ, PDP ચીફ મહેબૂબા મુફ્તી, ડાબેરી નેતા દીપાંકર ભટ્ટાચાર્ય, ડી રાજા સહિત અન્ય લોકો હાજર છે. બેઠકમાં બીજેપી વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી ગઠબંધન અંગે ચર્ચા કરવામાં આવશે. 

 દેશભરની 15 પાર્ટીઓના નેતાઓ હાજર 

2024ની ચૂંટણી માટે વિપક્ષી દળોની બેઠક પટનામાં સીએમ નીતિશ કુમારના ઘરે ચાલી રહી છે. જેમાં દેશભરની 15 પાર્ટીઓના નેતાઓ હાજર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં ભાજપ સામે ગઠબંધનનું સ્વરૂપ, બેઠક વહેંચણીની ફોર્મ્યુલા, સાથે મળીને લડવાની સમજૂતી, પક્ષો અને નેતાઓની ભૂમિકા, એક સામે એક લડવાની ફોર્મ્યુલા, ગઠબંધન અને કન્વીનરના નામ પર ચર્ચા થઈ રહી છે.

બેઠક બાદ તમામ નેતાઓ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે

વિપક્ષી નેતાઓ બેઠક વહેંચણી, ગઠબંધનના નામ અને અન્ય મુદ્દાઓ પર પણ વાતચીત કરશે. આ બેઠકમાં તમામ નેતાઓ પોતાનો એજન્ડા પણ રાખશે, જેના પર ટક્કર થવાની સંભાવના છે. બેઠક બાદ તમામ નેતાઓ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે.