×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશની પવિત્ર ધરતી પર તિરંગો ફરકતો જોઈ બહુ સારુ લાગે છેઃ ગલવાનમાં તિરંગો જોઈ રાહુલ ગાંધીએ બદલ્યુ નિવેદન


નવી દિલ્હી, તા. 5. જાન્યુઆરી 2021 બુધવાર

ગલવાન ખીણમાં પોતાનો ઝંડો લહેરાવવાનો વિડિયો જાહેર કરીને ચીને કરેલા દુષ્પ્રચારમાં આવી ગયેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને હવે પોતાનુ નિવેદન બદલવુ પડ્યુ છે.

રાહુલ ગાંધીએ ગઈકાલે ભારતીય સેનાએ ગલવાન ખીણમાં તિરંગો ફરકાવતી તસવીરો જાહેર કર્યા બાદ રાહુલ ગાંધીએ ખુશી વ્યક્ત કરીને કહ્યુ છે કે, ભારતની પવિત્ર ધરતી પર આપણો જ તિરંગો ફરકતો જોઈને બહુ સારુ લાગે છે.

આ પહેલા રાહુલ ગાંધીએ ચીનના સૈનિકોનો વિડિયો જોઈને મોદી સરકારને પોતાનુ મૌન તોડવા માટે પડકાર ફેંક્યો હતો.

જોકે સવાલ એછે કે, રાહુલ ગાંધી ચીનના અપપ્રચારની જાળમાં કેમ ફસાઈ જાય છે...રાહુલ ગાંધીએ ચીનનો જુઠ્ઠાણા ફેલાવવાનો રેકોર્ડ જોઈને સરકારને સવાલ પૂછવાની જરુર હતી તેવુ ઘણાનુ માનવુ છે.

રાહુલ ગાંધી 2017માં ભારત અને ચીન વચ્ચે તનાવ ચરમ પર હતો ત્યારે ચીનના ભારત સ્થિત રાજદૂતને મળ્યા હતા.કોંગ્રેસે જોકે આ વાતનો ઈનકાર કર્યો હતો અને ચીને દૂતાવાસે રાહુલ ગાંધીની મુલાકાતની તસવીર હટાવી લીધી હતી.

2008માં પણ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે એમઓયુ થયુ હોવાનો દાવો કરીને એક વકીલે આ એમઓયુની જાણકારી માંગવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી.