×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશની તમામ બેંકો અને RBIની 19 પ્રાદેશિક શાખાઓમાં આજથી 2000 રૂ. નોટ બદલી શકાશે

image : Envato 


દેશની તમામ બેંકો અને ભારતીય રિઝર્વ બેંક (RBI) ની 19 પ્રાદેશિક શાખાઓમાં આજથી એટલે કે મંગળવારથી બે હજાર રૂપિયાની નોટો બદલવામાં આવશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, લોકો પાસે ચાર મહિનાનો સમય છે. નિઃસંકોચ બેંકમાં જઈને નોટો બદલી શકો છો. ગભરાવાની જરૂર નથી. 

બેંકો પાસે પૂરતી વ્યવસ્થા  

બેંકો પાસે પૂરતા પૈસા છે. દાસે કહ્યું કે, બેંકોની શાખાઓમાં ભીડ થવાની કોઈ શક્યતા નથી. નોટ બદલવા માટે ઉતાવળ કરવાની જરૂર નથી. તેમણે લોકોને ભીડ ન કરવા પણ વિનંતી કરી હતી. દાસે સ્પષ્ટતા કરી હતી કે, ઉદ્યોગપતિઓ સહિત કોઈપણ સંસ્થા 2000 રૂપિયાની નોટ સ્વીકારવાનો ઈન્કાર કરી શકે નહીં.

આ લોકો સરળતાથી બદલી શકશે નોટ 

આરબીઆઈના ગવર્નર દાસે 2000ની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાના નિર્ણય બાદ પહેલીવાર કહ્યું કે, જેમની પાસે બેંક ખાતું નથી, પરંતુ 2000ની નોટ છે તેમના માટે પણ નોટો બદલવાની પ્રક્રિયા દરેક વ્યક્તિની જેમ જ લાગુ થશે. દાસે કહ્યું, લોકો નિશ્ચિંત રહે, પૂરતી સંખ્યામાં પ્રિન્ટેડ નોટો ઉપલબ્ધ છે. આરબીઆઈ અને બેંકોની કરન્સી ચેસ્ટમાં પૂરતા પૈસા છે.